JEEનું પરીણામ જાહેર: ટોપર્સનો રેકોર્ડ: 56 વિદ્યાર્થીઓને 100 માંથી 100 પર્સન્ટાઈલ

India | 25 April, 2024 | 12:03 PM
ગુજરાતના બે વિદ્યાર્થી સામેલ: સૌથી વધુ 15 ટોપર્સ તેલંગાણાનાં
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25
એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ સેશન-2 નું પરીણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વખતના પરિણામમાં રેકોર્ડ સર્જાયો છે અને પ્રથમ વખત 56 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ગત વખતે 43 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 પર્સન્ટાઈલ હાંસલ કર્યા હતા.

જેઇઇની મેઈન્સની પરીક્ષામાંથી 100 માંથી 100 પર્સન્ટાઈલ મેળવનાર 56 વિદ્યાર્થીઓમાંથી બે ગુજરાતનાં છે.આ સિવાય સૌથી વધુ 15 વિદ્યાર્થી તેલંગાણાનાં છે. આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રનાં 7-7, દિલ્હીનાં 6, રાજસ્થાનનાં 5, કર્ણાટકનાં 3, તામીલનાડુ-ગુજરાત-હરીયાણાનાં 2-2, ઉતરપ્રદેશ-બિહારનાં 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

આ વખતે, JEE મેઈન્સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્ટાઈલ 2023ની સરખામણીમાં 2.45 પોઈન્ટ્સ વધારે હતું, જોકે સામાન્ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત કરતાં 1261 ઓછી છે. આ વખતે JEE એડવાન્સ માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

જનરલ કેટેગરીના 97,351 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ અને 93.23 વચ્ચે પસંદ કરવામાં આવ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓમાં 6 EWS કેટેગરીના છે, જેમાંથી 4 તેલંગાણાના અને 2 આંધ્રપ્રદેશના છે.

56 ટોપર્સમાં જનરલ કેટેગરીના 40, OBCમાંથી 10 અને જનરલ-EWSમાંથી છનો સમાવેશ થાય છે. ઓબીસી વિદ્યાર્થીઓ જેમણે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમાંથી 2-2 તેલંગાણાના, એક-એક મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના છે.

JEE 13 ભાષાઓમાં યોજવામાં આવી હતી: આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. કેપટાઉન, દોહા, દુબઈ, મનામા, ઓસ્લો, સિંગાપોર, કુઆલાલંપુર, લાગોસ/અબુજા, જકાર્તા, વિયેના, મોસ્કો અને વોશિંગ્ટન ડીસીમાં 22 કેન્દ્રો સહિત 319 શહેરોમાં 571 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

આ વખતે 10,67,959 વિદ્યાર્થીઓએ JEE Mains એપ્રિલ સત્રની પરીક્ષા આપી હતી, જે ગત વખત કરતા 45,366 વિદ્યાર્થીઓ ઓછા હતા. JEE મેન્સ દ્વારા, તમામ કેટેગરીના 2,50,248 વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj