પટના, તા. 25
બિહારમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ લોહી રેડાયું છે, પટનામાં જનતા દળ યુના યુવા નેતા સૌરભકુમારની ગઇકાલે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેઓ તેમના મિત્રો અને કુટુંબ સાથે એક લગ્ન સમારોહમાંથી પરત આવી રહ્યા હતા તે સમયે અજાણ્યા લોકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો અને સૌરભકુમારનું મૃત્યુ થયું હતું.
જયારે તેમની સાથે પ્રવાસમાં રહેલા મુનમુનકુમાર નામના એક વ્યકિતનું મોત થયું છે. રાત્રીના સમયે અંધકારનો લાભ લઇને મોટર સાયકલ પર આવેલા ચાર લોકોએ કુમાર પર ગોળીબાર કર્યો હતો અને કંઇ સમજે તે પહેલા જ તમામ હત્યારાઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy