રાજકોટ, તા.14
રાજકોટની કોર્ટે રૂ।.90 લાખના ચેક રીર્ટન કેસમાં આરોપી જયેશ બોરડને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. ઉપરાંત ચેકની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતા ફરીયાદી પ્રફુલ રવજીભાઈ વઘાસીયાએ ધોરાજી મુકામે ગોકુલ પાર્કમાં રહેતા આરોપી જયેશ મનસુખભાઈ બોરડને મિત્રતાના દાવે રૂ। લાખ હાથ ઉછીના આપેલ. આ પછી આરોપીએ આ રકમમાંથી રૂ।,90,000 પરત કરવા ચેક આપેલો. ચેક રીર્ટન થતા કાનૂની નોટીસ બજવા છતા નાણા પરત ન કરતા રાજકોટની અદાલતમાં કેસ દાખલ કરેલ હતો. કેસ ચાલતા ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા દસ્તાવેજો તથા મૌખીક પુરાવા પર આધાર રાખી દલીલો કરવામાં આવી હતી.
ફરીયાદીનો કેસ પુરવાર માની કોર્ટે આરોપીને એક વર્ષની સજા ઉપરાંત રૂ।,90,000 એક માસમા ફરીયાદીને વળતર પેટ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવિક ફેફર, જય પીઠવા, મદદમાં યુવરાજ વેકરીયા, નિરવ દોંગા, પ્રિન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવિન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલ હતા.
ફિનાઈલ પી ગઈરાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા દિપાલીબેન રવિભાઈ વાગોસણા (20)એ કોઈ કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy