મુંબઈ: એકટ્રેસ કંગના રનૌત તેના બેધડક અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તે હિમાચલના મંડી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહી છે. હવે તેણે ડ્રીમગર્લ હેમામાલિનીની પ્રશંસા કરી છે.
એકટ્રેસે સોશ્યલ મીડિયા પર હેમામાલિનીનો એક જૂનો વિડીયો શેર કર્યો છે, જેમાં તે કલાસિકલ ડાન્સ કરતી જોવા મળે છે. કંગનાએ હેમાનો કંગનાએ આ વિડીયો શેર કરીને લખ્યું છે- 20 વર્ષની હેમાજી સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહી છે. હેમાજી હાલ પણ સ્ટેજ પર સતત 3-4 કલાક લાંબુ પર્ફોર્મન્સ આપી શકે છે.
કંગનાએ આગળ લખ્યું- જે લોકો ડાન્સ, મ્યુઝીક અને કલાને મઝાક બનાવે છે તે નીચ અને સંકુચીત માનસીકતાવાળા લોકો હોય છે. દેવલોકમાં અર્જુને પણ સંગીત અને કળાનું શિક્ષણ મેળવ્યું હતું.
ભગવાન શિવે યોગની સાથે આ કળાઓ મનુષ્યને આપી છે. તેમણે માણસોને આવી કલાઓ દીધી છે એટલે નટરાજના નામથી ઓળખાય છે. કેટલાક સમય પહેલા કંગનાએ હેમામાલિનીનું સમર્થન કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy