જાંજગીર ચાંપા (છતીસગઢ) તા.30
લગ્નની કંકોત્રીઓ ખૂબ જ ધ્યાન ખેંચતી હોય છે. કયારેક તેની સજાવટ અને લખાણ અનોખા હોય છે. આવો જ અનોખો પ્રયોગ કર્યો છે.જાંજગીરનાં જિલ્લાના તાલ દેવરી નિવાસી રામ ગોપાલ સાહુએ તેણે પોતાની લગ્નની કંકોત્રી એકદમ દેશી છતીસગઢી ભાષામાં છપાવી છે. આ કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. રામ ગોપાલનાં આ પ્રયાસની લોકોએ પ્રસંસા કરી છે.
દુલ્હા રામગોપાલે કહ્યું હતું કે, લગ્નમાં છપાતી કંકોત્રી પણ મહત્વની હોય છે. કારણ કે કંકોત્રી જ પહેલી ચીજ છે જે જેનાથી લોકો લગ્ન સાથે જોડાયાનું અનુભવે છે. કંકોત્રીમાં શરૂઆત ગણેશ સાથે હિન્દી ભાષામાં થતી હોય છે. પણ રામગોપાલે વેડીંગ કાર્ડ છતીસગઢી ભાષામાં તૈયાર કરાવ્યું છે.
જેમાં ગણેશ સ્તુતિ આ પ્રમાણે કરાઈ છે.-પહલી નેવતા આપ મન લા.ગઉરી પુત્ર ગણેશ રિદ્ધિ સિધ્ધિ લા સંગમાં લાહૂ સિરી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. કંકોત્રીમાં દુલ્હનના નામની આગળ લખ્યુ છે.-દુલરવા બાબુ ઔર હૂલઉરીન નોની લખ્યું છે. બાળકોનાં નામની આગળ લખ્યુ છે-અંગના કે કિલકારી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy