દુબઇ, તા.15
તાજેતરમાં ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂૂમિકામાં અજય દેવગને સૌના દિલ જીતી લીધા હતા. હવે કબીર ખાન નિર્દેશિત કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ ભારતના પહેલા પેરાલમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર મુરલીકાંત પેટકરની કયારેય હાર ન માનનારની કથા પર આધારિત છે. આ ફિલ્મ માત્ર શરૂથી અંત સુધી જકડી નથી રાખતી બ્લકે કાર્તિક આર્યનની કારકિર્દીનું બેસ્ટ પફોર્મન્સ પણ જોવા મળે છે.
અતીત અને વર્તમાન વચ્ચે ઝુલતી આ કહાનીમાં બુઝુર્ગ મુરલીકાંત પેટકર (કાર્તિક આર્યન) પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સચિન કાંબલે (શ્રેયસ તળપદે) પાસે ભારતના રાષ્ટ્રપતિ પર કેસ નોંધાવવા આવે છે. પહેલા તો આ વૃધ્ધ મુરલીકાંતની ખૂબ મજાક ઉડાવવામાં આવે છે. પણ જ્યારે તે બતાવે છે કે તે આજે 40 વર્ષ પછી અર્જુન પુરસ્કાર મેળવવાનો હકદાર શા માટે છે, તો ત્યાં હાજર બધા લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે.
વાર્તા ફલેશબેકમાં જાય છે. જેમાં કિશોરાવસ્થામાં તેને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું સવાર થયેલું જુનુન, ત્યારબાદ સેનામાં ભરતી થયા બાદ બોકસીંગના વંડર બોય બનવું અને આખરે 1965ના જંગમાં શરીર પર 9 ગોળીઓ સહન કર્યા બાદ લકવાગ્રસ્ત થવા છતાં તે દેશનો પ્રથમ પેરાલપિક ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી બને છે તે જોવા મળે છે.
નિર્દેશક કબીર ખાનની ખૂબ એ છે કે તેણે આ બાયોપિકમાં ક્યાંય પણ મહિમા મંડન નથી કર્યું, તેમણે પોતાની કથામાં 1950થી 2018ના કાલખંડને ખૂબ સારી રીતે દર્શાવ્યો છે. વોર અને બોકસીંગવાળા દ્રશ્યો ખૂબ જામે છે. ક્યાંક ફિલ્મ ધીમી લાગે છે.
મુરલીની પત્ની અને પરિવારની ઝલક દેખાડી હોત તો સારું હતું. ફિલ્મના સંગીતને હજુ દમદાર બનાવી શકાયું હોત. સુદીપ ચેટર્જીની સિને મેટોગ્રાફી દર્શનીય છે. મુરલીકાંતની ભૂમિકામાં કાર્તિકે શાનદાર પફોર્મન્સ આપ્યું છે. અન્ય પાત્રોમાં ભુવન અરોડા, વિજય રાજે પોતાના પાત્રમાં છાપ છોડી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy