કોલકતા : કોલકાતા સામે રમાયેલી બેંગલોરની મેચમાં વિરાટ કોહલીની વિકેટ વિવાદાસ્પદ રહી હતી. કોહલીને જે રીતે આઉટ આપવામાં આવ્યો હતો તેના કારણે તે ઘણો જ રોષે ભરાયો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં વિરાટ કોહલી પોતાની વિકેટને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેનો ગુસ્સો એટલો હતો કે તેણે અમ્પાયર સાથે તકરાર કરી હતી. વિરાટ કોહલીને હર્ષિત રાણાએ કેચ એન્ડ બોલ્ડ કર્યો હતો. જોકે, વિરાટ કોહલીનું માનવું હતું કે તે બોલ નો બોલ હતો. જોકે, થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.
આ જ કારણ છે કે વિરાટ કોહલી અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો હતો. જોકે, હવે કોહલીને તેના આ વર્તન બદલ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. વિરાટ કોહલીને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.8 હેઠળ લેવલ 1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી.
આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. કોહલીને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, એટલે કે કોહલીને તેની અડધી મેચ ફી દંડ પેટે ભરવી પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy