લખનૌ,તા.6
લખનૌ સામેનાં મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સ 98 રનની અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. લખનૌએ ટોસ જીતીને કોલકતાને પ્રથમ દાવ લેવા મેદાને ઉતાર્યુ હતું. નારાયણ, સોલ્ટ, રઘુવંશી તથા શ્રેયસની આક્રમક બેટીંગનાં સહારે કોલકતાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન ઝુડયા હતા.
નારાયણે સ્ફોટક બેટીંગ કરીને 39 દડામાં સાત છગ્ગા તથા છ ચોગ્ગા સાથે 81 રન બનાવ્યા હતા. આ પૂર્વે સોલ્ટ તથા રઘુવંશીએ 32-32 રન શ્રેયસે 23, રીંકુએ 16 તથા રસેલે 12 રન કર્યા હતા. રમનદીપ છ દડામાં 3 છગ્ગા અને એક ચોકકા સાથે અણનમ 25 રન કર્યા હતા
લખનૌની ટીમ મોટો ટારગેટ ચેઝ કરવામાં ફસકી ગઈ હતી. નિયમીત અંતરે વિકેટો ખડતી રહી છે. 16.1 ઓવરમાં માત્ર 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકતાનો 98 રને મોટો વિજય થયો હતો.
કોલકતાએ આ પૂર્વે દિલ્હીને 106 રને હરાવી હતી. ત્યારપછી બીજા નંબરની સૌથી મોટી જીત છે.6ઠ્ઠી વખત ટીમે 200 થી વધુનો સ્કોર કર્યો હતો. પોઈન્ટ ટેબલમાં નંબર 1 થઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy