લખનૌ સામે કોલકત્તાની પ્રથમ જીત, KKRએ LSGને 8 વિકેટે હરાવ્યું, સોલ્ટની સ્ફોટક અડધી સદી

India, Sports | 15 April, 2024 | 10:48 AM
કોલકતાના ઇડન ગાર્ડનમાં શાહરૂખ ખાને પુત્ર અબરામ, પુત્રી સુહાના સાથે મેચ નિહાળી
સાંજ સમાચાર

કોલકતા :
 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પ્રથમ વખત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG ) ને હરાવી. 17મી સિઝનમાં કોલકાતાની આ ચોથી જીત છે. સિઝનની 28મી મેચમાં કોલકાતાએ રવિવારે લખનૌને 8 વિકેટથી હરાવ્યું હતું.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કોલકાતા માટે ઓપનર ફિલ સોલ્ટે અણનમ અડધી સદી (89 રન) ફટકારી હતી.

એલએસજી તરફથી ડાબોડી બેટ્સમેન નિકોલસ પુરને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય કેપ્ટન કેએલ રાહુલે 39 રન અને આયુષ બદોનીએ 29 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી મિચેલ સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપી હતી. વૈભવ અરોરા, આન્દ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી.

લક્ષ્યનો પીછો કરતા કોલકાતા તરફથી ઓપનર ફિલ સોલ્ટે અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ 38 રન બનાવ્યા હતા. સુનીલ નરીને 6 રન અને અંગક્રિશ રઘુવંશીએ 7 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી મોહસીન ખાને બંને વિકેટ લીધી હતી.

લખનૌ મોહન બાગાનના રંગમાં મેદાનમાં ઉતરી
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ ગઈકાલે કોલકતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં તેમની નિયમિત જર્સી પહેરીને આવી ન હતી. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમે મરૂન-ગ્રીન કોમ્બિનેશનની જર્સી પહેરી હતી.

જર્સીનો રંગ સુપ્રસિદ્ધ ફૂટબોલ ક્લબ મોહન બાગાનની મરૂન અને લીલી જર્સીથી પ્રેરિત છે. એલએસજી અને ફૂટબોલ ક્લબ મોહન બાગાન બંને સંજીવ ગોએન્કાની માલિકીની છે. મોહન બાગાન કોલકાતા સ્થિત ટીમ છે, તેથી જ એલએસજીએ કોલકાતામાં મોહન બાગાન રંગીન જર્સી પહેરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj