કોલકાતાએ રોમાંચક મેચ એક રનથી જીતી, બીજા ક્રમે પહોંચી: RCB ના બેડ લક, આન્દ્રે રસેલે લીધી 3 વિકેટ

India, Sports | 22 April, 2024 | 09:48 AM
સાંજ સમાચાર

IPL 2024 ની 36મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને 1 રનથી હરાવ્યું. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું છે.

બેંગલુરુને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. મિચેલ સ્ટાર્કની આ ઓવરમાં કર્ણ શર્માએ ચાર બોલમાં ત્રણ છગ્ગા ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ, તે ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. આ સમયે RCBને જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી.

કર્ણ શર્માની વિકેટ બાદ ટીમને છેલ્લા બોલ પર 3 રનની જરૂર હતી. અહીં લોકી ફર્ગ્યુસને કવર્સ તરફ શોટ રમ્યો અને 2 રન બનાવીને દોડ્યો. તેણે એક રન પૂરો કર્યો હતો પરંતુ બીજો રન લેતા પહેલા તે રનઆઉટ થયો હતો. આ રીતે RCB રોમાંચક મેચ એક રનથી હારી ગયું.

પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા અને બેંગલુરુને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેંગલુરુ 20 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

બેંગલુરુ તરફથી વિલ જેક્સ (55) અને રજત પાટીદાર (52)એ અડધી સદી ફટકારી હતી. તેમના સિવાય દિનેશ કાર્તિકે 25 રન અને સુયશ પ્રભુદેસાઈએ 24 રન બનાવ્યા હતા. કરણ શર્માએ 7 બોલમાં 20 રન બનાવ્યા હતા.

કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સુનિલ નારાયણ અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી. રન ચક્રવર્તી અને મિશેલ સ્ટાર્કને એક-એક વિકેટ મળી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj