ફિલ્મ ઉદ્યોગમાં વિશિષ્ટ યોગદાન બદલ અમિતાભ બચ્ચનને લત્તા દીનાનાથ મંગેશકર એવોર્ડ અર્પણ

India, Entertainment | 25 April, 2024 | 04:33 PM
લત્તા મંગેશકરના ગાયિકા બહેન ઉષા મંગેશકરના હસ્તે એવોર્ડ અપાયો: મ્યુઝિક ડાયરેકટર એ.આર. રહેમાન માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત
સાંજ સમાચાર

મુંબઈ,તા.25
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને ગઈકાલે દંતકથા સમાન ગાયિકા સ્વ. લત્તા મંગેશકરની સ્મૃતિમાં અપાતા પ્રતિષ્ઠિત ‘લત્તા દિનાનાથ મંગેશકર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય સિનેમામાં તેમના અનોખા યોગદાનના બદલામાં આ સન્માન તેમને આપવામાં આવ્યું હતું.

આ સમારોહમાં અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક સાથે આવ્યા હતા. અમિતાભ બચ્ચને લત્તા મંગેશકરની તસવીરને ફૂલો અર્પણ કરી હતી. ગઈકાલે સાંજે સંગીત અને રંગભૂમિ જગતની હસ્તી અને લત્તા મંગેશકરના પિતા દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે અમિતાભ બચ્ચનને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ આ એવોર્ડ લત્તા મંગેશકરના બહેન અને મહાન ગાયિકા આશા ભોંસલેના હસ્તે અર્પણ કરવાનો હતો પણ તેઓ બીમાર હોય સમારોહમાં હાજર ન રહી શકતા આ એવોર્ડ લત્તા મંગેશકરના અન્ય બહેન અને ગાયિકા ઉષા મંગેશકરના હસ્તે અર્પણ કરાયો હતો. આ એવોર્ડ રાષ્ટ્ર અને સમાજમાં અનોખુ યોગદાન આપનારને આપવામાં આવે છે.

આ પ્રસંગે સંગીત ક્ષેત્રે આગવું યોગદાન આપનાર મ્યુઝિક ડાયરેકટર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.  આ તકે લત્તા મંગેશકરના ભાઈ અને સંગીતકાર હૃદયનાથ મંગેશકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj