નવી દિલ્હી, તા. 17
દેશ માટે અત્યંત મહત્વની બની ગયેલી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન તા.19ના થશે તે પૂર્વે આજે સાંજે પ્રથમ તબકકાની 102 બેઠકો પર પ્રચારના પડઘમ શાંત થઇ જશે.
પ્રથમ ચરણમાં 1 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે તેમાં નીતિન ગડકરી સહિત આઠ કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મુખ્યમંત્રીઓ, એક પૂર્વ રાજયપાલના ભાવિ નિશ્ચિત થશે.
જેમાં અનેક બેઠકો પર ત્રિકોણીય જંગ જામશે. પ્રથમ તબકકામાં તામીલનાડુની 39 બેઠકો પર મતદાન થશે જેમાં કેન્દ્રના પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ શિવગંગા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે
જયારે તામીલનાડુના અધ્યક્ષ કે.અન્નામલ્લાઇ કોઇમ્બતુર બેઠક પર પ્રથમ વખત લોકચુકાદામાં પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. આ જ રીતે ડીએમકેના કન્નીમોજી પણ ફરી એક વખત ચૂંટણીમાં જીત માટે આતુર છે. આમ અનેક દિગ્ગજોના ભાવિ નકકી થશે. કેન્દ્રીય મંત્રીઓમાં કિરણ રિજજૂ, સરબાનંદ સોનેવાલ, ભુપેન્દ્ર
યાદવ, અર્જુન મેઘવાલનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy