મુંબઈ: વરૂણ ધવન અને નતાશા દલાલ ટુંક સમયમાં જ પેરેન્ટસ બનનાર છે. હાલમાં જ નતાશા દલાલે દોસ્તો અને પરિવારે એક બેબી શાવર (ખોળા ભરત) પાર્ટી યોજી હતી.
આ પ્રસંગે શાહીદ કપુરની પત્નિ મીરા રાજપુત પણ સામેલ થઈ હતી અને તેણે પોતાની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં આ ઈવેન્ટનાં કેકની તસ્વીર શેર કરી હતી. ટુ-ટીયર વેનિલા કેકમાં ટોપ પર એક સુંદર પીંક રેઈનબોની સાથે એક મોટો ટેડી બનેલો હતો. તેના પર સુંદર ફુલોની સજાવટ પણ બનાવાઈ હતી.
કેકનાં કિનારે લખ્યુ હતું કે, અભિનંદન નેટસ અને વીડી આ સાથે કેટલાંક ફોટા, પણ બહાર આવ્યા છે.જે સોશ્યલ મીડીયા પર વાયરલ થયા છે નતાશા તેના બેબીશાવરમાં સીમ્પલ લુકમાં ખુબ જ સુંદર દેખાય છે. તેના કેટલાંક મિત્રો તેની સાથે દેખાઈ રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy