બીજીંગ, તા.13
ટેકનોલોજીમાં સતત આગળ વધી રહેલા ચીને હવે એક એવી સેટેલાઇટ આધારિત સ્માર્ટફોન સીસ્ટમ તૈયાર કરી છે જેના કારણે ભવિષ્યમાં મોબાઇલ સેવા ચલાવવા માટે જે રીતે ઠેર ઠેર ટાવર ઉભા કરવા પડે છે તેની આવશ્યકતા રહેશે નહીં.
ચીનની આ ટેકનોલોજીનું નામ ટીયાનટોંગ અપાયું છે. અને તે તમારા મોબાઇલને સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ કરશે જેને કારણે જમીન પરના ટાવરની જરુર પડશે નહીં. ચીનની ટેકનોલોજી કંપની હુઆઇ દ્વારા આ નવી ટેકનોલોજી વિકસાવાઇ છે અને તેના આધારે હવે ચીની મોબાઇલ કંપનીઓએ મોબાઇલનું ઉત્પાદન પણ શરુ કરવાની તૈયારી કરી છે.
હાલમાં જ ચીનના ગેસુઇ પ્રાંતમાં ભારે ભૂકંપ આવતા મોબાઇલ ટાવર જમીન દોસ્ત થઇ ગયા હતા અને જેના કારણે સંદેશા વ્યવહાર ખોરવાયો હતો પરંતુ અહીં કંપનીએ તે સમયે જ સેટેલાઇટ આધારિત મોબાઇલ સેવા જે વિકસાવી હતી તેનું ટેસ્ટીંગ થતાં ટાવર વગર પણ મોબાઇલ સંદેશા વ્યવહાર ચાલુ રહી હતી અને તેના આધારે હવે કંપની આગળ વધી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy