♦ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ચામડીનો રંગ કાળો તો શું તે આફ્રિકન! મને હવે સમજાયુ શા માટે કોંગ્રેસ તેને હરાવવા માંગતા હતા: જબરુ આક્રમણ
નવી દિલ્હી:
લોકસભા ચૂંટણી સમયે અમેરિકાના વિરાસત ટેક્ષ (વારસદાર ટેક્ષ)નો ઉલ્લેખ કરી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી ગયેલા પક્ષના ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ફરી એક વખત પક્ષને મુશ્કેલીમાં મુકયા છે. અમેરિકા સ્થિત આ ટેકનોકાફે ભારતની વિવિધતાની વ્યાખ્યા કરતા કહ્યું કે પુર્વોતરના લોકો ચીના જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા લાગે છે તથા ઉતરના લોકો ગોરા અને પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય છે.
પિત્રોડાના આ વિધાનો વાયરલ થતા જ ભાજપે હવે કોંગ્રેસ પર વળતો હુમલો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાની એક રેલીમાં આ મુદો ઉઠાવતા કહ્યું કે આજે હુ ખૂબ જ ગુસ્સામાં છું કે ચામડીના રંગના આધારે મારા દેશના લોકોને ગાળીયો આપવામાં આવી રહી છે. હું મારા દેશના લોકોનું અપમાન સહન કરી લઈશ નહી. કોંગ્રેસના શાહજાદા (રાહુલ ગાંધી) એ જવાબ આપવાનો રહેશે.
સામ પિત્રોડાએ ‘ધ સ્ટેટમેન’ અખબારને આપેલ મુલાકાતમાં ભારતની વિવિધતા પર ચર્ચા સમયે આ વિધાનો કર્યા હતા જે ભાજપ માટે આક્રમણનું શસ્ત્ર બની ગયા છે. વડાપ્રધાને કહ્યું કે શાહજાદાના ફિલોસોફર ગાઈડે મને ગુસ્સો કરાવ્યા છે અને શહેજાદાના અંકલે કહ્યું કે જેનો રંગ કાળો હોય તે બધા આફ્રિકી છે જે રીતે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે તેમ શાહજાદા આ થર્ડ અમ્પાયરની સલાહ લેતા હોય છે.
મારા દેશના અનેક લોકોના ચામડીના રંગો પર તેણે ગાળ આપી છે. મોદીએ આ મુદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ચામડીનો રંગ કાળો છે તેથી તે શું આફ્રિકન છે! અને શું કોંગ્રેસ પક્ષે તેમની ચામડીના રંગ કાળો હતો તેથી તેને હરાવવા માંગતા હતા!
મોદી અહીથીજ અટકયા ન હતા. ચામડીનો રંગ ગમે તે હોય અહી કૃષ્ણની પૂજા કરવાવાળા લોકો છે જેથી ચામડીનો રંગ કાળો હતો. મોદીએ કહ્યું કે કોઈ મને ગાળો આપો તો વાંધો નથી પણ મારા દેશવાસીઓને ગાળો આપો નહી. બંધારણને માથા પર રાખીને નાચનારા હવે ચામડીના રંગ પર દેશના લોકોનું અપમાન કરે છે.
વિજય ભાભોરે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પરથી વીડીયો ડીલીટ કર્યો
કાયદા કે ચૂંટણી પંચનો કોઇ ખોફ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ મતદાન મથકને હાઇજેક કરીને બોગસ વોટીંગનું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમીંગ કર્યું હતું. આ વીડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થતાં વિજય ભાભોરે સોશ્યલ મીડીયા પરથી વીડીયો ડીલીટ કરી નાખ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy