મુંબઈ : T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાની ઈજાને લઈને અપડેટ આપી છે. શમીની સર્જરી થઈ હતી અને તે રિહેબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તેણે જલ્દી મેદાનમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે તેણે રિહેબિલિટેશન પ્રોસેસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
તેણે ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ઓડીઆઈ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ વર્લ્ડ કપમાં 24 વિકેટ લીધી હતી અને તે ટૂર્નામેન્ટનો સૌથી સફળ બોલર સાબિત થયો હતો.
જોકે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાદથી શમી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને માસ્ટેક્ટોમી સર્જરી કરાવવાની હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy