અમદાવાદ,તા.14
વરસાદ અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર ગુજરાતમાં વરસાદની ગતિવિધી મંદ પડી છે. આગામી 17 થી 22 જુનમાં પવન તેજ ગતીએ ફુકાશે. સૌરાષ્ટ્રનાં દક્ષીણ ભાગ, બાબરા, બોટાદ, બરવાડા, ખેડા, ગોધરામાં પવન ફુકાશે.
તથા 22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગરમાં, ઉતર સૌરાષ્ટ્ર, રાજકોટ અને પશ્ર્ચિમ સૌરાષ્ટ્રમા વરસાદની શક્યતાં છે. ગાજવીજ અને આંધી સાથે વરસાદની શક્યતા છે. 21 થી 25 જુનમા વરસાદની શક્યતાં છે.
તેમજ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ તથા ઉત્તર ગુજરાત અને કચ્છ: હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી 7 દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયો ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ (Rain)ની આગાહી છે. જેમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, વલસાડ અને તાપી, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે.
આ ઉપરાંત છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ, ગીર સોમનાથમાં 15મી જૂને વરસાદની સંભાવના છે. તેમજ નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં 16મી જૂને વરસાદની સંભાવના છે. 17 જૂને વલસાડ, ગીર સોમનાથ, દમણમાં વરસાદની સંભાવના છે. તેમજ વલસાડ, ગીર સોમનાથ, દમણમાં 18મી જૂને વરસાદની સંભાવના છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy