ફિલ્મ ‘ગુડ લક’ : જ્યારે 75 વર્ષની મહિલા ગર્ભવતી બને!

India, Entertainment | 13 April, 2024 | 10:54 AM
સાંજ સમાચાર

વર્ષ 2018માં જ્યારે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બધાઈ હો’ રીલિઝ થઈ ત્યારે આપણે સૌએ એ ફિલ્મને ખૂબ જ એન્જોય કરી હતી. નીના ગુપ્તાએ એક એવી મહિલાની ભૂમિકા ભજવી હતી કે જે આધેડ વયમાં ગર્ભવતી બની હતી અને તેના પતિનું પાત્ર ભજવનાર ગજરાજ રાવે તેને પૂરો સાથ આપ્યો. હવે ‘બધાઈ હો’ પછી, નિર્દેશક પ્રખર શ્રીવાસ્તવ અને અભિનેતા બ્રિજેન્દ્ર કાલા ફિલ્મ ‘ગુડ લક’ સાથે ફરી આવ્યા છે.

ફિલ્મ ‘ગુડ લક’ની વાર્તા ઉજ્જૈનમાં રહેતી 75 વર્ષની અંગૂરી (માલતી માથુર) પર આધારિત છે. અંગૂરી તેના પતિના મૃત્યુ પછી એકલી પડી ગઈ છે. તેમના ઘરમાં તેમનો પુત્ર પુષ્પેન્દ્ર ઉર્ફે પપ્પી (બ્રિજેન્દ્ર કાલા) છે કે જેને રાજકારણમાં જવું છે. પૌત્ર બ્રહ્મદત્ત (આશુતોષ ઉપાધ્યાય) સ્ટાર યુટ્યુબર બનવાનું સપનું જુએ છે. નાના પરિવારમાં રહેતી હોવા છતાં અંગૂરીને હંમેશા એકલતા અનુભવાય છે.

પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે જે દિવસે પપ્પીને ખબર પડે છે કે તેની 75 વર્ષની માતા ‘મા બનવા જઈ રહી છે’. ડોક્ટર પપ્પીને કહે છે કે અંગૂરી ગર્ભવતી છે. એક તરફ રાજકારણમાં ચૂંટણી જીતવા માટે પપ્પી વસ્તી ઘટાડવાનું વચન આપે છે અને બીજી તરફ તેની માતા આટલી મોટી ઉંમરે બાળકને જન્મ આપવાની છે. આ સ્થિતિ બાદ ફિલ્મમાં ઈમોશનલ અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ શરૂ થાય છે.

ડિરેકટર પ્રખર શ્રીવાસ્તવ એક અનોખી સ્ટોરી લઈને આવ્યા છે. જો કે, તેની પટકથા ફિલ્મ સાથે સંપૂર્ણ ન્યાય કરી શકી નથી. ફિલ્મનું એડિટિંગ પણ વધુ સારું થઈ શક્યું હોત. ફિલ્મનો ક્લાઈમેક્સ સીન વધુ આકર્ષક અને રોમાંચક બની શક્યો હોત. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઠીક છે, સેકન્ડ હાફ તમને વધુ ઈમોશનલ બનાવે છે. અભિનેતા બ્રિજેન્દ્ર કલાએ તેમના પપ્પીનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. અંગૂરીના રોલમાં માલતી માથુરનું કામ સારું છે.

80 વર્ષની માલતીએ પોતે ફિલ્મ ‘ગુડ લક’થી અભિનયની શરૂઆત કરી છે. આ સિવાય ફિલ્મના અન્ય પાત્રો ભજવતા કલાકારોનું કામ પણ સારું છે. ફિલ્મના ગીતો વાર્તામાં સારી રીતે બંધ બેસે છે, પરંતુ ફિલ્મના ગીતો દર્શકોને લાંબા સમય સુધી યાદ રહે તેવા નથી. ઓવરઓલ એક વખત આ ફિલ્મ જોઈ શકાય.
[email protected]

કેમ જોવી?: અર્બન ફેમેલી ડ્રામા કમ કોમેડી ફિલ્મો પસંદ હોય તો!
કેમ ન જોવી?:   ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરપૂર વાર્તાના શોખીન હોવ તો!

THIS WEEK ON OTT
1)    નેટફ્લિક્સ : ધ હાઇજેકિંગ ઓફ ફ્લાઇટ 601
2)    એમેઝોન પ્રાઈમ વીડિયો - ફોલઆઉટ
3)    ડિઝની પ્લસ હોટસ્ટાર : પ્રેમલુ
4)    નેટફ્લિક્સ - અમરસિંહ ચમકીલા

સાંજ  સ્ટાર 
3.0  ચોકલેટ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj