મલ્ટીનેશનલ કંપ્નીઓનું વર્ચસ્વ તોડવાનો ટાર્ગેટ

મુકેશ અંબાણી હવે ધુમધડાકા સાથે હોમ એપ્લાયન્સીસ-ઈલેકટ્રોનિકસ માર્કેટમાં ઝંપલાવશે

India, Business | 24 April, 2024 | 03:57 PM
‘વિઝર’ના એરકુલર બાદ ‘મેઈડ ઈન ઈન્ડીયા’ ટીવી ફ્રીજ-વોશીંગ મશીન-એસી એલઈડી બલ્બ લોંચ કરશે
સાંજ સમાચાર

મુંબઈ,તા.24
પેટ્રો કેમીકલ્સથી માંડીને ટેલીકોમ સુધીના અનેક ક્ષેત્રોમાં દબદબો ધરાવતી મુકેશ અંબાણીની રીલાયન્સ હવે કન્ઝયુમર ઈલેકટ્રોનિકસ તથા હોમ એપ્લાયન્સીસ ક્ષેત્રમાં મલ્ટીનેશનલ કંપ્નીઓનું વર્ચસ્વ તોડવાના ટારગેટ સાથે આ ક્ષેત્રમાં ઝંપલાવશે.

વિઝર નામની મેઈડ ઈન ઈન્ડીયા બ્રાંડ લોંચ કરવા માટે સ્વદેશી કંપ્નીઓ ડીક્ષોન ટેકનોલોજી તથા મીર્ક ઈલેકટ્રોનિકસ સાથે ઉત્પાદન કરાર કરવાની તૈયારીમાં છે.મધ્યમ ગાળામાં કંપ્ની પોતાના જ ઉત્પાદન પ્લાંટ પણ ઉભા કરશે.

રીલાયન્સ રીટેઈલ દ્વારા વિઝર બ્રાન્ડ હેઠળ એરકુલર લોંચ ટર્મ જ છે અને હવે આવતા દિવસોમાં ટેલીવીઝન વોશીંગ મશીન, રેફ્રીજરેટર, એર કન્ડીશનર,એલઈડી બલ્બ જેવી પ્રોડકટો પણ માર્કેટમાં મૂકશે. આ તમામ પ્રોડકટોમાં વિદેશી કંપ્નીઓનું વર્ચસ્વ છે જયારે રીલાયન્સ પોતાની પ્રોડકટ લોકલ ડિઝાઈન સાથે જ મુકશે.

કંપ્ની દ્વારા રીલાયન્સનાં જ ડીજીટલ સ્ટોર્સ ઉપરાંત ખાનગી વિક્રેતાઓ મારફત પણ પ્રોડકટ વેચાણમાં મુકાશે. ઉપરાંત રીટેઈલ ચેઈન તથા એમેઝોન ફલીપકાર્ડ જેવી ઈ-કોમર્સ કંપ્નીઓ મારફત પણ વેચાણ કરાશે.

સુત્રોના કહેવા પ્રમાણે એલજી, સેમસંગ, વર્લપુલ જેવી કંપ્નીઓની પ્રોડકટોની સરખામણીએ વિઝરની ટીવી, વોશીંગ મશીન, રેફીજરેટર, સહીતની પ્રોડકટ કિંમતમાં સસ્તી હશે.રીલાયન્સે અગાઉ મોબાઈલ ફોનમાં સ્પર્ધા કરીને ડંકો વગાડયો જ હતો અને હવે તબકકાવાર મેક-ઈન-ઈન્ડીયાની થીમ પર ઈલેકટ્રોનિકસ ક્ષેત્રમાં પણ પગપેસારો કરશે.

2022 માં રીલાયન્સે ઈલેકટ્રોનિકસ ઉત્પાદન ક્ષેત્રની યોજના માટે અમેરીકા સ્થિત સેનમીનામાં 1670 કરોડમાં 50.1 ટકાનો શેર હિસ્સો હાંસલ કર્યો જ હતો.કંપ્ની ચેન્નાઈમાં 100 એકર જગ્યામાં ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે.જયાં વિઝરનું ઉત્પાદન શકય છે. જોકે આખરી નિર્ણય બાકી છે.હાલ તુર્ત પ્રોડકટ લોંચ કરવાને જ પ્રાથમીકતા આપવામાં આવી રહી છે.

રીલાયન્સ રીટેઈલ દ્વારા ભાગીદારો દ્વારા ઉત્પાદીત ટીવી જેવા ઉપકરણો મીકનેકટ બ્રાન્ડ હેઠળ લોંચ કરવામાં આવી હતી. પરંતુ ખાસ સફળતા મળી ન હતી. જોકે, આ પ્રોડકટ માત્ર રીલાયન્સનાં ડીજીટલ સ્ટોર્સમાં જ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને માર્કેટીંગ વધારવાનાં પણ કોઈ મોટા પ્રયાસ કરાયા ન હતા. કંપ્નીએ અગાઉ બીપીએલ તથા કેલ્વીનેટર બ્રાંડ મેળવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj