સૂર્યકુમારની સદી સાથે મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું: હાર્દિક અને ચાવલાએ 3-3 વિકેટ લીધી

India, Sports | 07 May, 2024 | 01:59 PM
સાંજ સમાચાર

મુંબઈ : 
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL2024)માં સતત 4 હાર બાદ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી હતી. ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, મુંબઈની 12 મેચોમાં આ ચોથી જીત હતી.

મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સદી ફટકારી, આ તેની ઈંઙક કરિયરની બીજી સદી હતી, તેણે 51 બોલમાં 102 રન બનાવ્યા. ટીમ તરફથી પીયૂષ ચાવલા અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ લીધી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. મુંબઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

સૂર્યાએ સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી, ટીમને પણ જીત અપાવી
મુંબઈના સૂર્યકુમાર યાદવે 18મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે પોતાની સદી પૂરી કરી અને ટીમને જીત તરફ પણ દોરી. સૂર્યા 52 બોલમાં 102 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે તિલક વર્મા સાથે 143 રનની ભાગીદારી પણ કરી હતી. તિલકે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj