ન્યૂયોર્ક,તા.15
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમની ડ્રોપ-ઇન પિચો ઝડપી બોલરો માટે સ્વર્ગ સમાન હતી. ચાર પિચ પર રમાયેલી આઠ મેચની 16 ઇનિંગ્સમાં 97 વિકેટ પડી હતી.
તેમાંથી 82 ફાસ્ટ બોલરોના ખાતામાં અને 15 સ્પિનરોના ખાતામાં ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના એનરિચ નોર્ટજેએ ત્રણ મેચમાં 3.58ની ઇકોનોમી સાથે સૌથી વધુ આઠ વિકેટ લીધી જ્યારે ભારતના હાર્દિક અને અર્શદીપે સાત-સાત વિકેટ લીધી. આમાં હાર્દિકની એવરેજ 5.41 અને અર્શદીપની 6.25 હતી.
ટીમ ઈન્ડિયા ટોપ પર છે
આયર્લેન્ડ સામે 97 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 7.86ના રન રેટથી રન બનાવ્યા હતા. ભારત સાતના રન રેટથી રન બનાવનારી એકમાત્ર ટીમ હતી.
ત્રણ ટીમ ઓલઆઉટ થઈ
ભારત, આયર્લેન્ડ અને શ્રીલંકાએ દસ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે આયર્લેન્ડને ઓલઆઉટ કર્યું. આફ્રિકાએ શ્રીલંકાને જ્યારે પાકિસ્તાને ભારતને આઉટ કર્યું હતું.
120 પ્લસ બે વાર સ્કોર થયોે
120 પ્લસનો સ્કોર બે વખત બન્યોે હતો. કેનેડાએ આયર્લેન્ડ સામે સાત વિકેટે 137 રન બનાવ્યા હતા, જે સર્વોચ્ચ સ્કોર હતો. જવાબમાં આયર્લેન્ડ સાત વિકેટે 125 રન જ બનાવી શક્યું હતું. ટી-20 ટૂર્નામન્ટની યજમાની કરતું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં આઠ કે તેથી વધુ મેચ રમ્યા પછી કોઈ ટીમ 140ના આંકને સ્પર્શી શકી નથી.
નાના લક્ષ્ય
દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે આપેલા 113 રનના લક્ષ્ય બાંગ્લાદેશ કરી શકેલ નહી.દ.આફ્રિકાનો વિજય થયો હતો.બાંગ્લાદેશ 107માં આઉટ થયું હતું. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 20 ઓવર રમ્યા બાદ સફળતાપૂર્વક જીત કરવામાં આવેલો આ સૌથી ઓછો ટાર્ગેટ છે. ભારતે પાકિસ્તાન સામે 119 રનનો બચાવ કર્યો હતો.
કેનેડા સામે પ્રથમ વિકેટ માટે 26 રનની અને ભારત સામે પાકિસ્તાને મોટી ભાગીદારી કરી હતી.
મિલર દ્વારા સૌથી વધુ 59 રનની ઈનિંગ્સ રમાઈ હતી,આ વખતના વિશ્વકપમાં અત્યાર સુધીમાં જે કોઈપણ ગ્રાઉન્ડ પરનો બીજો સૌથી વધુ સ્કોર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy