હૈદ્રાબાદ (આંધ્ર પ્રદેશ), તા.11
આંધ્ર પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 175 સીટોમાંથી 135 સીટો જીતીને ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વવાળી તેલુગુ દેશમ પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે. પવન કલ્યાણની જનસેના પાર્ટીએ 21 સીટો જીતી છે.
ભાજપે પણ 8 સીટો પર જીત મેળવી છે. આંધ્ર પ્રદેશમાં સરકારની રચનાની તૈયારી થઇ ગઇ છે. આજે ટીડીપી ચંદ્રાબાબુ નાયડુને પોતાના ધારાસભ્ય દળના નેતા ચૂંટી શકે છે.
આંધ્ર પ્રદેશમાં 12 જૂને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પીએમ મોદી આ સમારોહમાં ભાગ લઇ શકે છે. જ્યારે જનસેના પાર્ટીએ પોતાના ધારાસભ્ય દળના નેતા પાર્ટી પ્રમુખ પવન કલ્યાણને ચૂંટી લીધા છે.
બીજી બાજુ વિજયવાડામાં એનડીએ ગઠબંધનના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ જન સેનાના પ્રમુખ પવન કલ્યાણ સહિત એનડીએના બધા ધારાસભ્ય સામેલ થયા હતા.
આ બેઠકમાં જનસેના પ્રમુખ પવન કલ્યાણે એનડીએ તરફથી ચંદ્રાબાબુ નાયડુનું નામ સીએમ પદ માટે પ્રસ્તાવિત કર્યું હતું. જેને બધા ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy