હાઉસીંગ બોર્ડ કોર્પોરેશન પાસે વૈકલ્પિક આવાસની માંગણી જ કરતુ નથી

આનંદનગરમાં રાત્રે ધરણા: આજે મનપામાં દુધસાગર કવાર્ટર ધારકોનું આવેદન

Local | Rajkot | 15 June, 2024 | 04:29 PM
દુધસાગર રોડ હાઉસીંગ બોર્ડના બેઘર બનેલા રહીશોને ચોમાસુ ઋતુ કેમ કાઢવી તેની ચિંતા, મનપા વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિનોવેશન કરાવી આપે તેવી મેયરને રૂબરૂ રજુઆત
સાંજ સમાચાર

રાજકોટ તા.15
રાજકોટમાં દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ અને આનંદનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડનાં કવાર્ટર જર્જરીત થઈ ખળભળી ઉઠતા મનપાએ નોટીસ પાઠવી કવાર્ટર ખાલી કરવાની તાકીદ કરતા આ બંને આવાસ યોજનાના 5000 ઉપરાંત પરિવારો ઘર વિહોળી બની જતા મનપા પાસે વૈકલ્પીક વ્યવસ્થા અથવા રીનોવેશન કરાવવાની માંગણી ઉઠાવી ન્યાય માંગી રહ્યા છે.

તો બીજી તરફ મનપા પાસે હાઉસીંગ બોર્ડ તરફ આવાસની વૈકલ્પીક વ્યવસ્થા માયે માંગણી જ કરવામાં આવી નથી.  આનંદનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટરના રહીશોને મનપાએ નોટીસ આપી કવાર્ટર ખાલી કરવાની તાકીદ કરતા ગત રાત્રીના રહીશોએ ચકકાજામ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ચકકાજામ દરમિયાન અનેક મહિલાઓ બેભાન બની હતી. પોલીસે મહામહેનતે મામલો થાળે પાડયો હતો.

આનંદનગર હાઉસીંગ બોર્ડ સોસાયટીના જર્જરીત કવાર્ટર ધારકોને મનપાએ તંત્ર કવાર્ટર ખાલી કરવાની નોટીસ આપી લાઈટ-નળ જોડાણ કાપી નાખતા હાલ ઉનાળાની ઋતુમાં લાઈટ પાણી વિના દિવસો કેમ ગુજારવા? આવી કપરી સ્થિતિમાં અનેક પરીવારો ઘર વિહોણા થતા દુ:ખી થઈ રહ્યા છે. બીજી તરફ હાઉસીંગ બોર્ડ દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા માટે હાથ ઉંચા કરી દેતા અનેક પરીવારો ઉપર આકાશ નીચે ધરતી જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

 તો બીજી તરફ દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ ત્રણ માળીયા એલ-19, એચ-19, અને એમ-19ના 696 કવાર્ટરને નોટીસ આપી કવાર્ટર ખાલી કરાવતા 5000 ઉપર પરીવારો ઘર વિહોણા થતા આજરોજ દિવ્યરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળ વોર્ડ નં.6ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયાની હાજરીમાં મેયર નયનાબેન પેઢડીયાને લેખીત રજૂઆત કરી વૈકલ્પીક વ્યવસ્થા અથવા રીનોવેશન માટે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું. દુધસાગર ગુ.હા. બોર્ડ અન્યાય નિવારણ સમિતિનાં આરીફભાઈ ધોણીયા તરફ વૈકલ્પીક વ્યવસ્થા કરવા મેયરને લેખીત રજૂઆત કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ બન્ને હાઉસીંગ બોર્ડના જર્જરીત કવાર્ટરો માટે રિ-ડેવલોપમેન્ટ માટેની ટેન્ડર પ્રક્રિયામાં ચાર પ્રયત્ન બાદ હાલ પાંચમા પ્રયત્નમાં ટેન્કર પ્રક્રિયા શરૂ છે જે 2જી જુલાઈએ પુરી થશે. ટેન્ડર ભરવા કોઈ એજન્સી તૈયાર નહી થતા રિ-ડેવલોપમેન્ટ પ્રક્રિયા થઈ શકતી નથી. બીજી તરફ મોટાભાગના કવાર્ટરો જર્જરીત થતા મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત સાથે ચોમાસુ ઋતુ પૂર્વે જ મનપાએ જર્જરીત કવાર્ટર ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરતા અનેક પરિવારો ઘરવિહોણા થઈ દુ:ખી થયા છે.

♦રાજકોટ સહિત અન્ય 4 જિલ્લાઓમાં પણ હાઉસીંગ બોર્ડનાં આવાસ ખળભળી ગયા

♦રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, મોરબીમાં કવાર્ટરો ખંઢેર: હાલ બોર્ડ દ્વારા રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા શરૂ

રાજકોટ,તા.15
રાજયમાં જુદા-જુદા જિલ્લાઓમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અલગ પ્રકારના કર્વાટરોનું નિર્માણ થતા મધ્યમ-ગરીબ વર્ગના લોકોને આશરો મળ્યો છે વર્ષો પહેલા નિર્માણ થયેલા કર્વાટરો હાલ ખળભળી ઉઠતા ભયજનક હોવાથી તેને રિ-ડેવલોપમેન્ટ માટેની ઓનલાઈન ડેન્ટર બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેની હાલના દિવસોમાં પ્રક્રિયા શરૂ છે.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજકોટ ઉપરાંત ભાવનગર, જામનગર, અમરેલી, મોરબી મહાનગર શહેરમાં 4045 કવાર્ટર જર્જરીત થઈ ખંઢેર થતા હાલ બોર્ડ દ્વારા સમયાંતરે 4 પ્રયત્ન બાદ હાલ પાંચમાં પ્રયત્ન માટે રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા ઓનલાઈન શરૂ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

♦દુધસાગર હાઉસીંગ બોર્ડની સાથે આનંદનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટરના પણ રિ-ડેવલોપમેન્ટ ટેન્ડર ઓપન

♦ચાર પ્રયત્ન બાદ બોર્ડનો પાંચમો પ્રયત્ન: ટેન્ડર ભરવા કોઈ એજન્સી આગળ આવતી નથી

રાજકોટ,તા.15
દુધસાગર રોડ ગુ.હા.બોર્ડ કર્વાટર અને આનંદનગર ગુ.હા.બોર્ડનાં કર્વાટરો જર્જરીત થતાં હાઉસીંગ બોર્ડ દ્વારા રિ-ડેવલોપમેન્ટ માટેના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં કોઈ એજન્સીએ ડેન્ટર નહી ઉપાડતા આખરે જર્જરીત કર્વાટરોમાં વસતા પરિવારજનોને નોટીસ પાઠવી કર્વાટર ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

તો બીજી તરફ ગુ.હા.બોર્ડ પાસે વૈકલ્પિક વ્યવસ્થા માટેની કોઈ સત્તા નહી હોવાથી અનેક પરિવારો આવાસ વિહોણા થયા છે. ગુજરાત હાઉસીંગ બોર્ડનાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુધસાગર રોડ અને આનંદનગરનાં જર્જરીત કર્વાટરો માટે રિ-ડેવલોપમેન્ટ પ્રક્રિયામાં હાલ પાંચમાં પ્રયત્નમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તા.2જી જુલાઈ છે અગાવ ચાર પ્રયત્ન કરવા છતાં કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યુ નથી. જો કોઈ એજન્સી આગળ આવે તો જર્જરીત કર્વાટરોનું નવનિર્માણ શકય છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj