રાજકોટ તા.14
કોઠારીયા રોડ પર આવેલ શિવધામ સોસાયટી પાસેથી હીસ્ટ્રીશીટર સુરજ ગઢવી સ્કોર્પીયો કારમાં દારૂની સપ્લાય કરે તે પહેલા જ એલસીબી ઝોન-1ની ટીમે દબોચી દારૂની 144 બોટલ અને કાર મળી રૂા.10.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે સપ્લાયર તરીકે આજીડેમના કચ્છાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઈ ડી.વી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હે.કો. મનરૂપગીરી ગોસ્વામી અને કોન્સ. હીતેષ પરમારને મળેલ ચોકકસ બાતમીના આધારે કોઠારીયા રોડ, શિવધામ સોસાયટી પાસેથી પસાર થતી સ્કોર્પીયો કાર નં. જીજે 3 એનએફ 0087ને અટકાવી તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 144 બોટલ મળી આવતા કાર ચાલક સુરજ જબર કુનડા (ઉ.27) (રહે.શિવધામ સોસાયટી શેરી નં.2, રણુજા મંદિર પાસે)ની ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.10.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરજ ગઢવી આજીડેમ વિસ્તારના કચ્છા નામના બુટલેગર પાસેથી દારૂ લઈ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરજ ગઢવી વિરૂધ્ધ અલગ અલગ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, મારામારી, દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલ છે.
►લાખાબાપાની વાડી પાસે સ્લમ કવાર્ટરમાંથી દારૂની 40 બોટલ સાથે મોહીન ઝબ્બે
પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ બી.વી. ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે લાખાબાપાની વાડી પાસે આવેલ સ્લમ કવાર્ટર નં.47માં રહેતા મોહીન ફીરોઝ પઠાણના કવાર્ટરમાંથી દારૂની 40 બોટલ ઝડપી મોહીનની ધરપકડ કરી હતી. પોલીસે કુલ રૂા.32950નો મુદ્દામાલ કબ્જે કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy