નવીદિલ્હી,તા.16
હવે અમેરિકાએ પણ કબુલ્યુ છે કે, ભારતની સેના સતત તાકતવર થઈ રહી છે, અમેરિકી રક્ષા મંત્રાલયના ટોપ ગુપ્તચર અધિકારીએ સંસદને જણાવ્યું હતું કે ભારતીય સેના ચીનને પછાડવા અને રશિયન ઉપકરણો પર નિર્ભરતા ઘટાડવા સતત સ્વનિર્ભર અને તાકાતવર બની રહી છે.
ગુપ્તચર અધિકારીએ સંસદને જણાવ્યું હતું કે, પીએમ મોદીની આગેવાનીમાં ભારત વિશ્વમાં સતત પોતાનો દબદબો બનાવી રહ્યું છે. અમેરિકામાં રક્ષા ગુપ્તચર એજન્સીના ડાયરેકટર લેફટીનેન્ટ જનરલ જેફટી ક્રૂસ ચીનનો મુકાબલો કરવાને લઈને સંસદમાં ચાલી રહેલી બેઠકમાં બોલતા હતા.
ક્રૂસે જણાવ્યું હતું કે, 2023માં ભારતે ચીન સાથે સ્પર્ધા કરવા અને રશિયન ઉપકરણો પર પોતાની નિંભરતા ઓછી કરવા માટે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે અનેક પગલા ઉઠાવાયા છે. ભારતે સ્વદેશી વિમાનવાહક યુધ્ધ જહાજનું સમુદ્રી પરીક્ષર કર્યુ હતું અને મુખ્ય રક્ષા ટેકનોલોજીના હસ્તાંતરણ પર અનેક પશ્ચિમી દેશો સાથે વાતચીત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy