રિલીઝના પહેલા દિવસે જ ફ્રીની ઓફર છતાં લોકો નથી આવતા સિનેમાહોલમાં!

India, Entertainment | 22 April, 2024 | 04:17 PM
ફિલ્મમાં દમ નહીં હોય તો દર્શક મફતમાં પણ ફિલ્મ નહીં જોવા આવે: ફિલ્મી જાણકારો
સાંજ સમાચાર

મુંબઈ: આ વીકમાં બોકસ ઓફિસ અનેક નવી ફિલ્મો રિલીઝ થઈ છે તેમ છતાં સિનેમાઘરો ખાલી પડયા છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા રિલીઝના પહેલા દિવસે જ એકની સાથે એક ટિકીટ ફ્રીની ઓફર છે તેમ છતાં કોઈ રિસ્પોન્સ નથી.

દર્શકોને આકર્ષવા પહેલા નિર્માતાએ પ્રથમ વીક એન્ડ બાદ એકની સાથે એક ટિકીટ ફ્રી વાળી ઓફર કરતા હતા. હવે તો ફિલ્મની રિલીઝ સાથે આવી ઓફરો કરવામાં આવી રહી છે તેમ છતાં સિનેમાહોલમાં દર્શકોનો દુકાળ છે, જેને લઈને સિનેમા જગતમાં નિરાશાનો માહોલ છે.

દર્શકોને આકર્ષવા માટે 19 એપ્રિલે સિનેમા લવર્સ ડે અંતર્ગત માત્ર 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મ કોઈપણ શોમાં દેખાડવાની જાહેરાત થઈ હતી. પણ 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનને જોતા છેલ્લી ઘડીએ આ નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.

સિનેમાવાળાઓનું કહેવું છે કે, આ ઓફર છતા ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોએ ટિકીટ બુક કરાવી હતી જે આશ્ર્ચર્યની વાત છે. દર્શકોના આવા નિરાશાજનક વલણને લઈને જાણકારો કહે છે કે દર્શકો નબળા કન્ટેટવાળી ફિલ્મ અડધા ભાવ તો શું મફતમાં પણ જોવા નથી માંગતો. આવી ફિલ્મો સિનેમા તો ઠીક ઓટીટી પર પણ દર્શક મફતમાં નથી જોતો.

જાણકારો કહે છે- આજનો દર્શક એટલો તો સ્માર્ટ થઈ ગયો છે કે ટ્રેલર જોઈને નકકી કરી લે છે કે ફિલ્મ થિયેટરમાં જોવાની છે કે આઠ વીક બાદ ઓટીટી પર જોવાની છે કે પછી જોવાની જ નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj