સંસદ અને ધારાસભામાં મહિલા અનામતનો કાનુન બન્યો પણ તે 2029ની ચૂંટણી માટેનો ભાજપનો એક નેરેટીવ સેટ કરવાની કોશિષ છે

ફરી એક વખત મહિલાઓને ચૂંટણી લડવાનો પૂરો હકક ન મળ્યો

India, Politics, Woman, Lok Sabha Election 2024 | 04 May, 2024 | 12:20 PM
રાજકીય પક્ષો કાનુન આવ્યા બાદ 33 ટકા બેઠકો પર મહિલા ચૂંટાય તે નિશ્ચિત કરશે પણ તે પહેલા તેમની મહિલા અનામત પ્રત્યેની ઇમાનદારી સાબિત કરવાની તક લોકસભા ચૂંટણીમાં ગુમાવી છે
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 4
લોકસભા ચૂંટણી પૂર્વે રાજયોની ધારાસભા ચૂંટણીઓમાં પણ મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને દેશના 50 ટકા જેટલા મતદારો મહિલાઓ હોવા છતાં પણ રાજકીય પક્ષોએ ફરી એક વખત લોકસભામાં ટીકીટ વહેંચણીમાં મહિલાઓનો હકક છીનવી લીધો છે તે નિશ્ચિત થાય છે.

આ ચૂંટણી પૂર્વે જ મોદી સરકારે સંસદ અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત લાગુ કરવા માટેનો ખરડો મંજૂર કરાવ્યો પરંતુ તેના અમલની તારીખ આપી નહીં અથવા તો તે 2029 સુધી લાગુ થઇ શકશે નહીં તે નિશ્ચિત કર્યુ આમ પાંચ વર્ષ પછીની ચૂંટણીમાં ભાજપે એક નવી વોટબેંક બનાવવા માટેનો નેરેટીવ સેટ કરી લીધો છે.

ભાજપ પોતાની સંગઠન તાકાત, નરેન્દ્ર મોદીનો કરીશ્મા અને સરકારી યોજનાના લાભાર્થીઓની એક વોટબેંક સર્જીને વિજય મેળવવા આતુર છે પણ કાનુનની ગેરહાજરીમાં પણ રાજકીય પક્ષો મહિલા ઉમેદવારોને પુરતુ પ્રતિનિધિત્વ આપતા નથી તે ખુદ નિશ્ચિત કરી રહ્યા છે. પ્રથમ બે તબકકામાં જે ચૂંટણીઓ યોજાઇ છે તેમાં મહિલા ઉમેદવારોનું પ્રમાણ 8 ટકા જ છે અને તેને આવતા મંગળવારે યોજનારા મતદાનની સાથે જોડી દેવામાં આવે તો વધુને વધુ 9 ટકા મહિલા ઉમેદવાર મેદાનમાં હશે. હવે બાકીના તબકકામાં ઉમેદવારો જાહેર થયા છે તેનાથી 33 ટકા બેઠકો પર મહિલા ચૂંટાય તેવી શકયતા નહીંવત છે. 

વાસ્તવમાં રાજકીય પક્ષોએ મહિલા અનામત અંગે બે દસકા સુધી ગાજર લટકાવી રાખ્યુ અને એક યા બીજા વિરોધ દર્શાવીને મહિલા અનામતને પાછળ ઠેલવી જોકે એક પ્રશંસા કરવી પડે કે મોદી સરકારે કોઇપણ જાતના દબાણ કે આંતરીક અનામતના નવા નવા મુદાઓ હતા તેને ફગાવીને 33 ટકા મહિલા અનામતનો ખરડો મંજૂર કર્યો છે.

પ્રથમ  તબકકાના મતદાનમાં 1625 ઉમેદવારોમાં 135 મહિલાઓ છે. બીજા તબકકામાં 89 બેઠક પર 1198 ઉમેદવારોમાં  ફકત 100 મહિલા છે. જયાં સુધી મહિલા મતદારોનો સવાલ છે ત્યાં સુધી દક્ષિણ એ આગળ રહ્યું છે. તામિલનાડુમાં 39 બેઠકોમાં 76 ઉમેદવારો લડી રહ્યા છે. દક્ષિણ ભારતમાં કેરળ પણ ટોપમાં રહ્યું છે અને 24 ઉમેદવારો છે. જો રાજકીય પક્ષોની વાત કરીએ તો ભાજપે 69 મહિલા ઉમેદવારો અને કોંગ્રેસે 44ને ટીકીટ આપી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj