મસ્કનો યુઝર્સને વધુ એક ઝટકો: પોસ્ટ, લાઈક, રિપ્લાય માટે પૈસા આપવા પડશે

India, World | 16 April, 2024 | 04:50 PM
ફેક એકાઉન્ટને રોકવા માટે આ સેવાઓ પેઈડ બનાવવી પડી હોવાનો એલનનો બચાવ
સાંજ સમાચાર

ન્યુયોર્ક (અમેરિકા) તા.16
એલન મસ્કે યુઝર્સને વધુ એક ઝટકો આપ્યો છે, તેની સોશિયલ મીડીયા સાઈટ એકસ પરથી પોસ્ટ, લાઈક કે રિપ્લાઈ કરવા માટે યુઝર્સે પૈસા ભરવા પડશે. આ મામલે મસ્કે એવો બચાવ કર્યો છે કે ફી લગાવવાથી બોટ અને ફેક એકાઉન્ટસથી થતી પોસ્ટમાં ઘટાડો થયો.

કારણ કે હાલમાં કોઈપણ વ્યક્તિ નવું એકાઉન્ટ બનાવીને કોઈપણના પક્ષમાં પોસ્ટ કરી રહી છે. એલન મસ્કે કહ્યું હતું કે બોટ (ફેક એકાઉન્ટ)ને રોકવાનો હાલ આ એકમાત્ર તરીકો છે. ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક જ્યારથી એકસ (પૂર્વ ટવીટર)ના માલિક બન્યા છે ત્યારથી તેમનું પુરું ધ્યાન પૈસા કમાવવા પર છે. પહેલા મસ્કે એકસની પેઈડ

સર્વિસીઝ લોન્ચ કરી પછી બ્લુટિકને ચાર્જ આધારિત બનાવ્યું. પહેલા બ્લુટિક મફત મળતી હતી. તેના માટે કેટલીક શરતો હતી. હવે મસ્કે નવો પ્લાનીંગ કર્યો છે જે મુજબ એકસ પર આવનારા નવા યુઝર્સે પોસ્ટ કરવા માટે કે લાઈક કે રિપ્લાય કરવા માટે પૈસા ભરવા પડશે, ફ્રીમાં માત્ર કોઈ એકાઉન્ટને ફોલો કરી શકાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj