શનિવારથી રાષ્ટ્રીય ઈઝરાયેલના આકાશમાં ખેલાયુ જબરૂ યુદ્ધ: મોટાભાગના મિસાઈલ તોડી પાડવાનો દાવો

અમારો બદલો પુરો: ઈઝરાયેલ પર 300 મિસાઈલ દાગતું ઈરાન

World | 15 April, 2024 | 11:39 AM
♦ હવે ઈઝરાયેલ જો વધુ હુમલો કરશે તો તમામ તાકાત સાથે તેનો જવાબ અપાશે: અમારી પાસે વિકલ્પ જ ન હતો: રાષ્ટ્રસંઘમાં સ્પષ્ટ વાત
સાંજ સમાચાર

♦ અમેરિકા સહિતના દેશો ચિંતીત: જી-7 દેશોની વિડીયો કોન્ફરન્સ બેઠકમાં ઈરાનને સંયમ રાખવા સલાહ: બાઈડને ઈઝરાયેલને પણ તાકીદ કરી: હવે તમો જવાબ આપશો તો અમો સજા નહી આપીએ

 

તહેરાન: ઈઝરાયેલ દ્વારા સીરીયામાં ઈરાનના દૂતાવાસ પર કરાયેલા મિસાઈલ-ડ્રોન હુમલાનો વળતો જવાબ આપશે. શનિવારે રાત્રીના ઈરાને 300થી વધુ ડ્રોન તથા મિસાઈલથી ઈઝરાયેલ પર સીધો હુમલો કરીને તબાહી સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ પ્રકારના હુમલાની સામે અગાઉથી જ તૈયાર ઈઝરાયેલ તેની મદદે આવેલા અમેરિકાની એરડિફેન્સ સિસ્ટમથી મોટાભાગના મિસાઈલ, ડ્રોનને હવામાં જ તોડી પડયા હતા અને તેમાં જોર્ડન તથા બ્રિટને પણ સાથ આપ્યો હતો.

બીજી તરફ આ હુમલાના પગલે હવે વૈશ્વિક ડિપ્લોમસી તનાવ શરૂ થયો છે અને અમેરિકાના પ્રમુખ જો બાઈડને તાત્કાલીક જી-7 દેશોના રાષ્ટ્રવડાઓની વર્ચ્યુલ બેઠક બોલાવીને આ હુમલાની કડક ટીકા કરી હતી તો બીજી તરફ આ હુમલા બાદ ઈરાને જાહેર કર્યુ છે કે ‘બદલો’ લેવાઈ ગયો છે. ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ એ જાહેર કર્યુ હતું. અમારો હુમલો પુરો થયો છે અને અમે વધુ હુમલા ચાલુ રાખવા માંગતા નથી પણ જો ઈઝરાયેલ અમારા હિતો પર હુમલા કરશે તો તેનો તમામ તાકાતથી જવાબ અપાશે.

ઈઝરાયેલ દમાલ્કસમાં અમારા કોુસ્યુલેટ પર હુમલો કરીને રેડ-લાઈન ઓળંગી હતી અને તેનો જવાબ અપાયો હતો અને અમારા પાસે કોઈ વિકલ્પ પણ ન હતો.
બીજી તરફ આ હુમલાના પગલે વૈશ્ર્વિક ડિપ્લોમસીમાં નવો તનાવ શરૂ થયો છે. રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના રાજદ્વારીને પણ બોલાવાયા હતા અને તેમાં તેઓએ આ હુમલાનો બચાવ પણ કર્યો હતો અને આ હુમલાને તેના આત્મહત્યાના અધિકાર તરીકે ગણાવ્યો હતો.

તો બીજી તરફ ઈઝરાયેલે આ ક્ષેત્રમાં અશાંતિ બદલ ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું તે દુનિયાભરમાં આતંકવાદને ફેલાવે છે તેથી રીવોલ્યુશનરી ગાર્ડ (ઈરાની સૈન્યના એક ભાગ)ને આતંકી સંગઠન જાહેર કરવા માટે માંગ કરી હતી.

બીજી તરફ જી-7 દેશોએ પણ ઈરાનના હુમલાથી વૈશ્ર્વિક તનાવ ભડકવાનો ભય દર્શાવ્યો હતો તથા મધ્યપુર્વમાં નવો તનાવ પણ સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી. કલાકની વિડીયો કોન્ફરન્સ બેઠકમાં ઈરાનને સંયમ જાળવવા અપીલ થઈ હતી.

તો બીજી તરફ અમેરિકી પ્રમુખ જો બાઈડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુને પણ આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે જો ઈઝરાયેલ વળતો જવાબ આપવા પ્રયાસ કરશે તો અમેરિકા તેને મદદ કરશે નહી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj