દિલ્હીની સ્કુલોને ઉડાવી દેવાની ધમકીમાં પાકિસ્તાની ISI તથા ચીનનો હાથ : તપાસમાં ખુલાસો

India, World | 02 May, 2024 | 12:28 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 2
પાટનગર દિલ્હી તથા એનસીઆરમાં 200થી વધુ સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ તથા ચીનનો હાથ હોવાનું બહાર આવ્યું છે. 

દિલ્હી એનસીઆરમાં 200થી વધુ સ્કુલોને એકસાથે ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા અને સ્કુલોને ઉડાવી દેવાનો ચેતવણીભર્યો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ ધમકીના પગલે તમામે તમામ સ્કુલોમાં રજા જાહેર કરીને વિદ્યાર્થીઓને  ઘેર મોકલી દેવામાં આવ્યા હતા. સ્કુલો ખાલી કરાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

દિલ્હીની સ્પેશ્યલ પોલીસની  ઇન્ટેલીજન્સ ફયુઝન એન્ડ સ્ટેટેજીક ઓપરેશન દ્વારા તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો અને રશિયામાંથી ધમકીભર્યા ઇ-મેઇલ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. હવે એવું જાહેર થયું છે કે સમગ્ર કારસ્તાન પાછળ પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને ચીનનો હાથ રહ્યો છે.

ઇ-મેઇલમાં ધમકી આપનારનું નામ સાવારીમ દર્શાવવામાં આવ્યું છે. આ શબ્દ ઇસ્લામિક ગીત પરથી લેવામાં આવ્યો છે. આ ગીત આઇએસઆઇએ બનાવ્યું હતું અને તેમાં હત્યા, ખુનખરાબા અને યુધ્ધની વાત હતી. આ ઇ-મેઇલ પણ તેને મળતો આવે છે. 

પોલીસના સુત્રોએ કહ્યું કે, આરોપીઓ સુધી પહોંચવાનું કામ સરળ નથી. સમગ્ર ષડયંત્ર અત્યંત વિસ્તૃત અને પૂર્વયોજીત જણાઇ રહ્યું છે. સવારે 4 વાગ્યાથી ધમકીભર્યા ઇ-મેઇલ મોકલવાનું શરૂ થયું હતું અને છ વાગ્યા સુધી વારા ફરતી જુદી જુદી સ્કુલોને મોકલવામાં આવતા રહ્યા હતા.

રશિયન વિપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ષડયંત્રકારોએ આ વીપીએનને નષ્ટ કરી નાખ્યો હોવાની શંકા છે જેને કારણે તપાસમાં વિઘ્ન ઉભુ થઇ શકે છે. રશિયન  ઇ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરાયો તેને તાજેતરમાં જ યુક્રેને બંધ કરી દીધુ હતું. 

પ્રારંભિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીન અને પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ દ્વારા સામાન્ય  જનજીવનને પ્રભાવિત કરવા માટે આ ષડયંત્ર રચાયું હોઇ શકે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj