સ્ટાર્સની અધધધ ફી, પ્રમોશનનો અભાવ, ખોટા સમયે રીલીઝથી બોલિવૂડને નુકસાન

બોક્સ ઓફિસ પર બિગ બજેટ ફિલ્મોના ધબડકાને પગલે બોલિવૂડમાં ગભરાટ

India, Entertainment | 08 May, 2024 | 04:53 PM
250 કરોડના બજેટમાં બનેલી ‘મેદાન’ ફિલ્મે માંડ માંડ રૂા.48.85 કરોડ પાછા મેળવ્યા: ‘બડે મિયા છોટે મિયા’નું બજેટ 350 કરોડ રૂપિયા પણ કમાણી માત્ર 64 કરોડ રૂપિયા
સાંજ સમાચાર

મુંબઇ, તા.8
તાજેતરમાં ઇદના તહેવારો દરમ્યાન સિનેમા હોલમાં રિલીઝ થયેલી અજય દેવગન સ્ટારર બીગ બજેટ ફિલ્મ ‘મૈદાન’ અને અન્ય અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ સ્ટારર બીગ બજેટ ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’નો ધબડકો થતાં બોલીવૂડમાં ગભરાટ  ફેલાયો છે.

બોલીવૂડમાં નવા વર્ષ 2024ની નબળી શરૂઆત થઇ છે. કોઇ ફિલ્મ 200 કરોડના બિઝનેસને પાર નથી ગઇ. આ સંજોગોમાં મોટી  મોટી ફિલ્મોનો પણ ધબડકો થતાં બોલિવૂડમાં ચિંતા ફેલાઇ છે. ‘મેદાન’નું બજેટ અંદાજે 250 કરોડનું છે. જ્યારે આ ફિલ્મે હજુ માંડ માંડ 48.85 કરોડ રૂપિયા પાછા મેળવ્યા છે.

જ્યારે અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફને ચમકાવતી ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ 350 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મે હજુ ભારતમાં કુલ 64 કરોડ રૂપિયાની કમાણી કરી છે. થિયેટર જોઇને જી-7એ કામ ચલાઉ ધોરણે પોતાની ચેન રિનોવેશન માટે શટ ડાઉન કરી છે. આ નિર્ણય નબળા પ્રતિસાદને લીધે લીધો છે.

આટલું જ નહીં ઇદ પછી રીલીઝ થયેલ મધ્યમ બજેટની ફિલ્મો ‘દો ઔર દૌ પ્યાર’ અને ‘લવ સેક્સ ઔર ધોખા-2’ પણ બોક્સ ઓફિસ પર ખાસ અસર નથી કરી શકી.
બોક્સ ઓફિસ પર ફિલ્મોની કફોડી હાલતને લઇને ફિલ્મ ઉદ્યોગના એકસપર્ટસ કહે છે કે સ્ટાર્સની ફી પ્રમોશનનો અભાવ, ખોટા સમયે ફિલ્મની રીલીઝ જવાબદાર છે.

ફિલ્મ એક્ઝિબિટર અક્ષય રાઠી જણાવે છે કે આપણે એક નવી અને અલગ પ્રકારની એક એવી વાર્તા આપવી પડશે જે જુદા જુદા પ્રકારના ઓડિયન્સને અટકાવી શકે.
મિરાજ એન્ટર ટેઇન્મેન્ટના એમડી અમિત શર્મા કહે છે, હાઇ ક્વોલિટીનું કન્ટેન્ટ ધરાવતી ‘મેદાન’ ફિલ્મ ઓડિયન્સને આકર્ષવામાં સંઘર્ષ કરી રહી છે. તેનું એક કારણ પર્યાપ્ત માર્કેટીંગનો અભાવ છે આનો અર્થ એ થયો કે માત્ર સારા કન્ટેન્ટ (વિષય વસ્તુ)થી બોક્સ ઓફિસ પર સફળતા નથી મળતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj