શેરબજારમાં કડાકા બાદ આંશિક રીકવરી: આંક 343 પોઈન્ટ ઘટયો

India, Business | 07 May, 2024 | 05:28 PM
રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી: આઈટી શેરોમાં કરંટ
સાંજ સમાચાર

રાજકોટ તા.7
મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો હતો. દેશમાં ત્રીજા તબકકાના મતદાનને પગલે માનસ સાવચેતીનુ બનતા સેન્સેકસ 600 પોઈન્ટથી વધુ ગગડયા બાદ આંશિક રિકવર થયો હતો.

શેરબજારમાં આજે શરૂઆત સ્થિર ટોને થયા બાદ થોડો વખત ગ્રીન ઝોનમાં રહીને મંદીના માર્ગે વળાંક લઈ લીધો હતો. હેવીવેઈટ શેરો વેચવાલીના દબાણથી નીચે ઉતરવા લાગ્યા હતા. મીડકેપ-સ્મોલકેપ જેવા રોકડાના શેરોમાં દબાણ વધુ જણાયુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લોકસભા ચૂંટણીમાં ભાજપને અગાઉના અંદાજ મુજબ બેઠકો નહીં મળવાની આશંકા વ્યક્ત થવા લાગતા સાવચેતીનું માનસ ઉભુ થયુ હતું.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા હતા. ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, પાવરગ્રીડ, હિન્દાલ્કો, સીપ્લા વગેરેમાં ઘટાડો હતો. હિન્દ લીવર, ઈન્ફોસીસ, કોટક બેંક, ટીસીએસ, બ્રીટાનીયા, ટેક મહીન્દ્ર, નેસલેમાં સુધારો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 343 પોઈન્ટના ઘટાડાથી 73551 હતો તે ઉંચામાં 74026 તથા નીચામાં 73259 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 124 પોઈન્ટના ઘટાડાથી 22318 હતો તે ઉંચામાં 22499 તથા નીચામાં 22232 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj