પેન્શનરોને હવે ‘ભવિષ્ય’ પોર્ટલથી પેન્શન અંગે બધી જાણકારી ઓનલાઈન મળી જશે

India | 04 May, 2024 | 05:27 PM
કેન્દ્ર સરકારે સેવા નિવૃત કર્મચારીઓની સુવિધા માટે ખાસ પોર્ટલ લોન્ચ કરી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.4
કેન્દ્ર સરકારે સરકારી પેન્શનરોની મદદ માટે ઓનલાઈન પોર્ટલ ‘ભવિષ્ય’ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી પેન્શનર ઘેર બેઠા જ પોતાના માસિક પેન્શનની સ્લીપ જોઈ શકે છે. જીવન પ્રમાણપત્રનું સ્ટેટસ તપાસી શકે છે અને ફોર્મ-16 પણ જમા કરાવી શકે છે.

પાંચ બેન્કો સાથે જોડાયું: સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે બેન્ક ઓફ ઈન્ડીયા સાથે મળીને આ પોર્ટલને લોન્ચ કરી છે એની સાથે પાંચ બેન્કોને પણ જોડવામાં આવી છે.

હવે બેન્ક ઓફ ઈન્ડીયા, ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ), બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) અને કેનરા બેંકથી પેન્શન મેળવી રહેલા કેન્દ્ર સરકારના પેન્શનર્સ આ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. સરકારની યોજના ભવિષ્યમાં બધી પેન્શન વિતરીત કરતી બેન્કોને આ પોર્ટલ સાથે જોડવાની છે.

આ ફાયદા થશે: પેન્શન કોષની બાકી રકમની જાણકારી તુરંત મળશે. સેવા નિવૃત કર્મીઓના પેન્શન સાથે જોડાયેલા બધા દસ્તાવેજ આ પોર્ટલ પર મોજૂદ રહેશે. પેન્શનના વિતરણને લગતી બધી જાણકારી પણ ઉપલબ્ધ થશે. ‘ભવિષ્ય’ પોર્ટલના માધ્યમથી પેન્શન આપનાર બેન્કને પણ બદલી શકાશે.

બધા કામ ઓનલાઈન થશે: ભવિષ્ય પોર્ટલની મદદથી પેન્શન શરૂ કરવાની પ્રક્રિયા અને પેમેન્ટ પુરી રીતે ડિઝીટલ થઈ જશે. પેન્શન પેમેન્ટ આદેશ હવે ડિઝીટલરૂપે ઈસ્યુ કરાશે અને તેને ડિઝી લોકરમાં સુરક્ષિત રખાશે. પેન્શનર જરૂરી દસ્તાવેજ ઓનલાઈન જમા કરાવી શકે છે. 

આ દસ્તાવેજો જરૂરી: આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, બેન્ક ખાતા વિવરણ, પાસપોર્ટ સાઈઝ ફોટો, ઈ-મેલ, પાનકાર્ડ, ફોન નંબર.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj