પંજાબે IPLમાં સતત 5મી વખત ચેન્નાઈને હરાવ્યું: ટીમ પ્લેઓફની રેસમાં જીવંત: ધોની સિઝનમાં પ્રથમ વખત આઉટ

India, Sports | 02 May, 2024 | 10:37 AM
જોની બેરસ્ટોએ 46 રન બનાવ્યા; PBKSના બ્રારને 2 વિકેટ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર: ગાયકવાડની સિઝનમાં ચોથી ફિફટી
સાંજ સમાચાર

ચેન્નાઈ : 
IPL-2024ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું. આ લીગમાં ચેન્નાઈ સામે પંજાબની આ સતત 5મી જીત છે. ટીમે વર્તમાન સિઝનમાં પ્રથમ વખત સતત બીજી મેચ જીતી છે. આ જીત સાથે પંજાબે પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. ટીમ 2 પોઈન્ટ સાથે 7મા સ્થાને આવી ગઈ છે. 4 જીત બાદ પંજાબના કુલ 8 પોઈન્ટ છે.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બુધવારે પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હરપ્રીત બ્રાર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

ખેલાડીઓનું પ્રદર્શન: ગાયકવાડ દ્વારા ફિફ્ટી  
CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે 48 બોલમાં 62 રન બનાવ્યા. તેણે સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી. ગાયકવાડ સિવાય અજિંક્ય રહાણેએ 29 રન અને સમીર રિઝવીએ 21 રનનું યોગદાન આપ્યું હતું. હરપ્રીત બ્રાર અને રાહુલ ચહરે 2-2 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.

પીબીકેએસના ઓપનર જોની બેયરસ્ટોએ 46 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને રિલે રૂસોએ 43 રનની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન સેમ કુરન 26 રને અને શશાંક સિંહ 25 રને અણનમ પરત ફર્યા હતા. શાર્દુલ ઠાકુર, રિચર્ડ ગ્લીસન અને શિવમ દુબેને એક-એક વિકેટ મળી હતી.

રસપ્રદ હકીકત

* પંજાબે IPLમાં ચેન્નાઈને સતત 5મી વખત હરાવ્યું છે. 2021ની સિઝનથી ચેન્નાઈ ટીમને હરાવી શકી નથી.

* એમએસ ધોની વર્તમાન સિઝનમાં પ્રથમ વખત આઉટ થયો છે. તે છેલ્લી 7 ઇનિંગ્સમાં અણનમ રહ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj