ભાવનગરમાં સર્વ પ્રથમ વખત

રેડિયો ફ્રિક્વન્સી એબલેશન સારવાર સફળતાપૂર્વક કરાઈ

Local | Bhavnagar | 02 May, 2024 | 01:04 PM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) 
ભાવનગર,તા.2
એક ગ્રાઉન્ડબ્રેકિંગ ડેવલપમેન્ટમાં, ભાવનગરની અગ્રણી પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ-ભાવનગર પેઇન એન્ડ સ્પાઈન સેન્ટર એ શહેરની પ્રથમ ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા રેડિયો ફ્રિક્વન્સી એબલેશન ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરી છે. આ પ્રકારની ઓપરેશન વગર થતી ઇન્ટરવેન્શન સારવાર ટ્રાય જીમીનલ ન્યુરાલજિયા થી પીડાતા દર્દીઓ માટે નવી આશા આપે છે.

ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ એ ક્રોનિક પેઇન ડિસઓર્ડર છે જે ટ્રાઇજેમિનલ નર્વને અસર કરે છે, જેના કારણે ચહેરા પર ઈલેક્ટ્રીક કરંટ જેવો તીવ્ર દુખાવો થાય છે જેમાં દર્દીને ખાવા કે બોલવામાં પણ અસહ્ય દુખાવો થાય છે. વળી આ મગજની નસ નું ઓપરેશન પણ ખૂબ જ જોખમી હોય છે. રેડિયો ફ્રિકવન્સી એબલેશન એ આધુનિક ટેકનોલોજી વડે ફ્લુરોસ્કોપી ગાઈડન્સ હેઠળ કરવામાં આવતી સારવાર છે જે ઓપરેશન જેટલું જોખમી નથી.

ડો. હેતલ લીંબાણી(MBBS MDDA FIPM-germany) જેઓ પેઇન અને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ તરીકે BPSC- ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલ ખાતે કાર્યરત છે અને જેઓ ભાવનગરના સૌ પ્રથમ લેડી પેઈન ફિઝિશિયન છે. ડો. હેતલ લીંબાણી અનુસાર, "આ નવીન અભિગમ ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. તે એવા દર્દીઓ માટે સલામત અને અસરકારક વિકલ્પ પ્રદાન કરે છે જેમણે અન્ય સારવાર મા સારો પ્રતિસાદ મળ્યો નથી."

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj