રાહુલ ગાંધી, ઓમ બિરલા, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ CM ના પુત્રો, 26 એપ્રિલના 13 રાજ્યોની 89 બેઠકો માટે થશે મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 24 April, 2024 | 12:01 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી : બીજા તબક્કાના મતદાન પહેલાં તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી છે. રાજકીય પક્ષો મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. કેમ કે 26 તારીખે બીજા તબક્કાની 89 બેઠકો માટે મતદાન થશે. કેરળની 20 બેઠક, કર્ણાટકની 14 બેઠક, રાજસ્થાનની 13 બેઠક, મહારાષ્ટ્રની 8 બેઠક, ઉત્તર પ્રદેશની 8 બેઠક, મધ્ય પ્રદેશની 6 બેઠક, અસમ રાજ્યની 5 બેઠક, બિહાર રાજ્યની 5 બેઠક, છત્તીસગઢની 3 બેઠક, પશ્ર્ચિમ બંગાળની 3 બેઠક, મણિપુરની 1 બેઠક, ત્રિપુરાની 1 બેઠક પર મતદાન થશે. 

મથુરા બેઠક પરથી ભાજપે ફરી એકવાર વર્તમાન સાંસદ હેમા માલિનીને ટિકિટ આપી છે. બિહારની પૂર્ણિયા બેઠક પરથી પપ્પુ યાદવે પણ અપક્ષ ઉમેદવારી કરી છે જેના પગલે બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તે નક્કી છે. જેણે કોંગ્રેસ-આરજેડીની મુશ્કેલી વધારી દીધી છે. રાજસ્થાનની જોધપુર બેઠક પરથી ભાજપના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાના વિસ્તારમાં પ્રચાર કર્યો અને પોતાની જીતનો મોટો દાવો કર્યો છે. 

કેરળની વાયનાડ બેઠક પરથી કોંગ્રેસના રાહુલ ગાંધી ફરી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં છે. ભાજપે તિરુવનંતપુરમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા છે. રાજસ્થાનની કોટા બેઠક પરથી ભાજપના ઓમ બિરલા લડી રહ્યા છે.

રાજસ્થાનની ઝાલોર બેઠક પરથી પૂર્વ સીએમ અશોક ગહલતના પુત્ર વૈભવ ગહલોત મેદાનમાં છે. રાજસ્થાનની ઝાલાવાડ બેઠક પરથી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત રાજે ચૂંટણી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી ભાજપના અરૂણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકની ધારવાડ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને ઉતાર્યા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj