નીલગીરી (તામિલનાડુ) તા.15
લોકસભાની ચૂંટણીને લઈને ચુંટણી પંચ આચારસંહિતાનું કડકાઈથી અમલ કરાવી રહ્યું છે ત્યારે ચુંટણી પંચે તામિલનાડુમાં પ્રચાર માટે આવેલા કોંગ્રેસના નેતા અને વાયનાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીના હેલીકોપ્ટરની ચુંટણી પંચે તલાશી લીધી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ લોકસભા ચૂંટણીને લઈને ચુંટણી પંચ એકશન મોડમાં છે. ચુંટણીપંચે 75 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ રોકડ જપ્ત કરી છે અને તે પોતાની તપાસમાં કોઈપણ મોટા નેતાને પણ છોડવામાં નથી આવતા. આવું જ એક દ્દશ્ય ત્યારે બહાર આવ્યું જયારે તામિલનાડુના નીલગીરીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પોતાના હેલિકોપ્ટરમાં નીલગીરી પહોંચ્યા હતા કે ચૂંટણી પંચના ફલાઈંગ સ્કવોડના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પુરજોર-પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ જયાં ભાજપના ઘોષણા પત્ર અને જુના વાયદાઓને ધ્યાનમાં રાખીને નિશાન બનાવી રહી છે ત્યારે ભાજપ પર કોંગ્રેસ પર સતત હુમલા કરાવી રહી છે. દરમિયાન ચૂંટણી પંચ પણ આ વખતે એકશન મોડમાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy