કોંગ્રેસ પક્ષને ગાંધી કુટુંબની બેઠક પર પણ હવે નવો ચહેરો શોધવો પડશે

અમેઠીમાંથી ચુંટણી લડવા રાહુલનો ઈન્કાર

India, Politics, Lok Sabha Election 2024 | 01 May, 2024 | 05:26 PM
રાયબરેલી અંગે સસ્પેન્સ યથાવત: રાહુલને ડર છે કે તે જો હવે અમેઠીથી લડે તો ભાજપ પરિવારવાદનો આરોપ મુકશે
સાંજ સમાચાર

નવી દિલ્હી: 
લોકસભા ચુંટણીમાં ઉતરપ્રદેશની બે બેઠકો રાયબરેલી અને અમેઠી અંગે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી પણ પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીએ અમેઠી કે રાયબરેલી બે માંથી કોઈ પર પણ ચુંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને હવે ઉમેદવારી નોંધાવશે.

છેલ્લા બે દિવસ જ બાકી હોવાથી કોંગ્રેસ પક્ષે અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે ચુંટણી લડવા નવો ચહેરો શોધવો પડશે તો રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી ચુંટણી લડશે કે કેમ તેના પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. હવે આ બેઠક પર સમાજવાદી પક્ષ પોતાના ઉમેદવાર મુકીને સ્મૃતિ ઈરાનીને ટકકર આપે તેવો સંકેત છે.

અગાઉ પણ જો રાહુલ ગાંધી લડવા માંગતા હોય તો સપાનો મહત્વપૂર્ણ ટેક્ષ આપવા ખાતરી આપી હતી. રાહુલે તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ છે કે જો અમેઠી કે રાયબરેલીમાં ગાંધી કુટુંબનો કોઈ વ્યક્તિ ચુંટણી લડે તો ભાજપને પરિવારવાદનો આરોપ મુકવાની તક મળી જશે. બીજી તરફ પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ અમેઠી બેઠક લડવા આતુર છે પણ તેઓને કોંગ્રેસ પક્ષ ટિકીટ આપે તેવી શકયતા નહીવત છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj