નવી દિલ્હી:
વિદેશમાં ભારતીય મસાલાઓ સામે સિંગાપોર, હોંગકોંગ સહિતના દેશોમાં તપાસ અને અમેરિકા-ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ તે મુદે સર્જાયેલા વિવાદ વચ્ચે દિલ્હી પોલીસે કરાવાલનગર ક્ષેત્રમાં મસાલા ઉત્પાદકોને ત્યાં દરોડો પાડી લાકડાના ભૂસા તથા એસીડ મેળવેલા 15 ટન મસાલા ઝડપી લીધા હતા તથા પ્રોસેસીંગ એકમના માલિક સહિતના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ મસાલા બનાવવામાં સડેલા પાંદડા અને હલકી ગુણવતાના ચોખા, લાકડાનું ભૂસુ, મરચાના ડીટીયા, એસીડ અને અન્ય વાંધાજનક ચીજોનો ઉપયોગ થતો હતો.
આ મસાલા અનેક પેકીંગમાં મસાલા વેચતા બ્રાન્ડને સપ્લાય થતા હતા તથા છૂટક દુકાનદારો પણ લઈ જતા હતા. તા.1 મે ના રોજ મળેલી બાતમી પરથી આ દરોડા પાડવામાં આવ્યા હતા તથા અન્ય પ્રોસેસીંગ એકમોમાં પણ તપાસ શરૂ થઈ છે. 2021થી આ યુનીટ ચાલતુ હતું અને તેમાં ભારે નફો હોવાથી તેના બે વધારાના યુનીટ પણ લગાવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy