IPL માં સિકસરોનો વરસાદ

India, Sports | 18 April, 2024 | 12:19 PM
સાંજ સમાચાર

આઈપીએલમાં સિકસરોનો વરસાદ થઈ રહ્યો છે. મંગળવાર સુધી રમાયેલી 31 મેચોમાં 546 સિકસર ફટકારવામાં આવી છે. લીગના ઈતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યુ છે.

જયારે માત્ર 30 મેચમાં જ પાંચસોનો આંકડો પાર થયો હોય.ગયા વર્ષે 31 મેચમાં 465 સિકસર ફટકારવામાં આવી હતી. હજુ 43 મેચ બાકી છે.ગયા વર્ષે રેકોર્ડ 1124 સિકસર ફટકારવામાં આવી હતી. જો આજ ગતિ ચાલુ રહેશે તો આ વખતે 1300 નો આંકડો પાર થઈ જશે.

 

છેલ્લી ઓવરોમાં રેકોર્ડ સ્ટ્રાઈક રેટ
આ વખતે ડેથ ઓવર (17-20)માં બેટસમેનોનો સંયૂકત સ્ટ્રાઈક રેટ 182.06 છે. જે એક રેકોર્ડ છે. અગાઉ 2022 માં 168.61 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

 

સૌથી વધુ 77 સિકસર: હૈદરાબાદના બેટસમેનો લગાવી ચુકયા છે.
એક સીઝનમાં સૌથી વધુ સીકસર: (145) મારવાનો રેકોર્ડ ચેન્નાઈનાં નામે છે. જેણે 2018 માં 16 મેચમાં કર્યુ હતું.

 

♦ લીગ સીઝનમાં 938 ચોગ્ગા અત્યાર સુધીમાં ફટકારી શકાયા છે
♦ 6 સદી અને 51 અર્ધસદી આ સીઝનમાં અત્યાર સુધીમાં બેટસમેનોએ લગાવી ચુકયા છે.
♦ હૈદરાબાદ સનરાઈઝનો હેનરીક કલાસેન વર્તમાન સીઝનમાં 24 છગ્ગા સાથે ટોપ પર છે.

બાઉન્ડ્રીથી 400 રન
હૈદરાબાદ (287/3) અને બેંગ્લુરૂ (262/7) વચ્ચેની મેચમાં કુલ 549 રન બનાવાયા હતા. જે ટી-20 ક્રિકેટ ઈનિંગ્સમાં એક મેચમાં સૌથી વધુ સ્કોર હતો. જેમાં બાઉન્ડ્રીથી 400 રન (38 સિકસર 43 ફોર)બનાવ્યા જે એક રેકોર્ડ છે.ગયા વર્ષે સેન્ચુરીયન વિન્ડીઝ વિરૂદ્ધ આફ્રિકાની મેચમાં બાઉન્ડ્રીથી 394 રન બનાવ્યા હતા. જોકે કુલ 81 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. જેમાં 46 ચોકકા અને 35 સિકસર ફટકારવામાં આવી હતી.

 

22 સૌથી વધુ છગ્ગા
બેંગ્લુરૂએ હૈદરાબાદને હરાવ્યુ:22 છગ્ગા ફટકારીને એક ઈનીંગમાં સૌથી વધુ સિકસરનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2013 માં 21 સિકસર ફટકારી હતી.

 

મેચમાં પ્રથમ 60 બોલમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ
હૈદરાબાદે 27 માર્ચે મુંબઈ સામે પ્રથમ દસ ઓવરમાં 148 રન બનાવ્યા હતા. જે એક ઈનિંગ્સમાં પ્રથમ 60 બોલમાં એક રેકોર્ડ છે. લક્ષ્યનો પીછો કરતાં મુંબઈએ પણ દસ ઓવરમાં 141 રન બનાવ્યા હતા. કોલકતાએ 3 એપ્રિલે દિલ્હી સામે પ્રથમ 60 બોલમાં 135 રન બનાવ્યા હતા. એટલે કે પ્રથમ દસ ઓવરમાં ત્રણ સર્વોચ્ચ સ્કોર આ સત્રમાં બન્યા પહેલા મુંબઈ ઈન્ડીયન્સે 2021 માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 131 રન બનાવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj