નવી દિલ્હી તા.18
રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં ઉછાળો અને બજારમાં તેજીથી માર્ચ 2024ના અંતમાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીની સંપતિ 2.43 લાખ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. આ વાર્ષિક આધારે 83 ટકા વધારાને બતાવે છે. સંપતિમાં વૃદ્ધિએ રોકાણકારોની સંખ્યામાં વધારાને તાકાત આપી છે.
માર્ચ 2024માં ફોલિયોની સંખ્યા 1.9 કરોડે પહોંચી ગઈ, જે એક વર્ષ પહેલા 1.09 કરોડ હતી. તેમાં 81 લાખનો વધારો થયો છે. આ સ્મોલ કેપ ફંડ પ્રત્યે રોકાણકારોનું વલણ દેખાડે છે.
નાણાકીય વર્ષ 2023-24માં સ્મોલ કેપ ફંડમાં 40188 કરોડ રૂપિયાનો ઈનફલો જોવા મળ્યો હતો, જે ગત નાણાકીય વર્ષમાં નોંધાયેલા 22103 કરોડ રૂપિયાથી ઘણુ વધુ છે. જો કે માર્ચ મહિનામાં સ્મોલ કેપ ફંડમાં બે વર્ષમાં પહેલીવાર 94 કરોડ રૂપિયાની શુદ્ધ વેચવાલી પણ જોવા મળી હતી.
જાણકારોનું કહેવું છે કે, શેરબજારના ગત સપ્તાહ અને આ સપ્તાહના ઘટાડાને છોડીએ તો બજારમાં રોકાણકારોનો પૈસો વધ્યો છે. તેને લઈને ઈકિવટી રૂટથી રોકાણકારોનો પૈસા આવી રહ્યો છે અને બજારમાં સ્મોલકેપ અને મિડ કેપ શેરોમાં સારું રિટર્ન મળી રહ્યું છે, જેને લઈને તેમાં ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy