આઈસ્ક્રીમ-કોલ ડ્રીન્કસની માંગ વધતા ખાંડના ભાવમાં પણ વધારો થયો

India | 23 April, 2024 | 10:29 AM
આકરા ઉનાળાની અસર લોકોના ગજવા પર પડી રહી છે
સાંજ સમાચાર

પુના: આકરા ઉનાળાની અનેક રીતે તમારા અને મારા ગજવા પર પડી રહી છે. એક તરફ છેલ્લા 3-4 માસમાં વિજબીલ પણ ઉંચા આવશે તે નિશ્ચિત છે તો ઉનાળામાં આઈસ્ક્રીમ, સોફટડ્રિન્કસ વિ.ની માંગ વધતા ખાંડના ભાવમાં પણ વધારો થયો છે.

છેલ્લા બે સપ્તાહમાં 4-5% વધ્યા છે. સરકારે એપ્રિલ માસમાં ખાંડનો ઉંચો કવોટા રિલીઝ કર્યા બાદ પણ આ ભાવ ઉંચા રહ્યા છે. કેન્દ્ર સરકાર દરેક ખાંડ મીલને તેના માસીક કવોટા આપે છે.

ફેબ્રુઆરી માસમાં આ ક્વોટાના 22 લાખ ટનનો હતો જે માર્ચમાં વધારીને 23.5 લાખ ટનનો થયો અને બે માસમાં તે વધારીને 25 લાખ ટન કરાયો છે. દેશમાં તાપમાનનો પારો ઉંચકાતા બજારમાં આઈસ્ક્રીમ, ઠંડાપીણા, લસ્સી, દૂધ આધારીત કોલડ્રીન્કસ અને અન્ય ખાંડ વપરાશની ખાદ્ય ચીજોના ભાવમાં ઉપયોગ થવા લાગ્યા છે.

આ વર્ષે ઉનાળો આકરો હશે તે ફેબ્રુઆરી-માર્ચ માસથી જ નિશ્ચિત થઈ ગયું હતું અને તેથી ધંધાર્થીઓ તેના માટે તૈયાર હતા જેમાં આઈસ્ક્રીમ, ઠંડાપીણા અને ખાદ્ય ચીજો જેમાં ખાંડનો ઉપયોગ થાય છે તેની માંગ વધી છે. સરકારનો વધેલો પુરવઠો તેમાં ભાગ્યેજ કોઈ ફર્ક પાડી શકયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj