પહેલા ચાર મહિના ભલે કોરા ગયા પણ...

જૂનમાં જ બોકસ ઓફિસ પર આવી શકે છે રોનક : તહેવારોમાં મોટી ફિલ્મોની રિલીઝ

India, Entertainment | 20 April, 2024 | 05:00 PM
જુનમાં ‘કલ્કી 2898 એડી’, ‘ઇન્ડિયન -2’, ‘ચંદુ ચેમ્પિયન’ ની રિલીઝ : 15મી ઓગષ્ટે પુષ્પા-2 ધુમ મચાવશે
સાંજ સમાચાર

મુંબઇ : આ વર્ષે પહેલા ચાર મહિના બોકસ ઓફિસ પર અનેક ફિલ્મો ખાસ કંઇ ઉકાળી ન શકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નિરાશાનો માહોલ છે. આ વર્ષે બોકસ ઓફિસ પર મોટા સ્ટાર્સની ફિલ્મો ‘ફાઇટર’, ‘બડે મિયા છોટે મિયા’ અને ‘મેદાન’ જેવી ફિલ્મો સારો દેખાવ નહોતી કરી શકી. બીજી બાજુ હાલ ચૂંટણી અને આઇપીએલના માહોલને મોટી ફિલ્મોની રિલીઝ અટકી ગઇ છે ત્યારે બોકસ ઓફિસ પર રોનક લાવવા દરેકની નજર તહેવારોની સીઝન પર છે. 

ગત વર્ષ જયારે ફિલ્મો માટે બોકસ ઓફિસ જોરદાર હતું ત્યારે આ વર્ષે પહેલી ત્રિમાસિક ઘણી નબળી રહી હતી. જાણકારોના કહેવા મુજબ ચૂંટણી પૂરી થયા બાદ જુન મહિનાની વાટ જોવાય છે. ભલે જુનમાં કોઇ તહેવાર ન હોય પણ ગરમીની રજાઓને કારણે આ મહિનો કમાણીનો માનવામાં આવે છે. ચર્ચા છે કે પ્રભાસ, અમિતાભ, કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ જુનમાં રિલીઝ થશે.

આ ઉપરાંત કમલ હાસન ફિલ્મ ‘ઇન્ડિયન-2’ પણ હવે એપ્રિલના બદલે જુનમાં જ રજુ થશે. આ ઉપરાંત જુનમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ અને કંગના રનૌતની ‘ઇમરજન્સી’ની પણ રિલીઝ થશે. તહેવારમાં રિલીઝની ડેટની વાત કરીએ તો 15 ઓગષ્ટે અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા-2’ રિલીઝ થશે. આ ફિલ્મને લઇને જબરો ક્રેઝ છે.

ચર્ચા છે કે, ‘પુષ્પા-2’ સાથે કલેશ (ટક્કર) ટાળવા માટે અજય દેવગનની ફિલ્મ ‘સિંધમ-3’ની રિલીઝ પોસ્ટપોન કરાઇ છે. જોકે વર્ષ 2024ની છેલ્લી ત્રિમાસિક ફિલ્મવાળાઓ માટે ઘણી જોરદાર બની શકે છે. આ દરમિયાન ઓકટોબરમાં ગાંધી જયંતિએ અક્ષયકુમારની ‘સ્કાયફોર્સ’ રિલીઝ થશે.જયારે દશેરાએ જુનીયર એનટીઆરની ‘દેવરા’ આવશે.

દિવાળી પર સૌથી મોટી ટકકર થવાની છે. દિવાળીએ કાર્તિક આર્યનની ‘ભુલભુલૈયા-3’, ‘સિંધમ-3’, સાઉથની બે ફિલ્મો રામચરણની ‘ગેમ ચેન્જ’ અને સુર્યાની ‘કંગુવા’ પણ રીલીઝ થઇ શકે છે. તો ક્રિસમસની રિલીઝ ડેટ પર આમિર ખાનની સિતારે જમીન પર અને અક્ષયકુમારની ‘વેલકમ ટુ જંગલ’ રિલીઝ થશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj