રાજસ્થાનની મુંબઈ સામે રોયલ જીત, MIને 9 વિકેટે હરાવી સતત ત્રીજા મેચમાં વિજય મેળવ્યો : જયસ્વાલની સદી, સંદીપને પાંચ વિકેટ

India, Sports | 23 April, 2024 | 10:56 AM
ફાસ્ટ બોલર સંદીપ શર્મા છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી, હેટ્ટ્રિક લેવાનો ચાન્સ હતો, પ્લેયર ઓફ ધી મેચ જાહેર
સાંજ સમાચાર

જયપુર : IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. 17મી સિઝનમાં રાજસ્થાનની આ 7મી જીત હતી, આ સાથે રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બીજી તરફ મુંબઈ 5મી મેચ હારી ગયું હતું.

સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 179 રન બનાવ્યા હતા. રાજસ્થાને 180 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

આરઆરના ઓપનર યશસ્વી જયસ્વાલે 60 બોલમાં અણનમ 104 રન કરી સદી ફટકારી હતી. તેણે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે 35 રન અને કેપ્ટન સંજુ સેમસને 38 અણનમ રનનું યોગદાન આપ્યું હતું. ખઈં તરફથી પિયુષ ચાવલાને એક માત્ર વિકેટ મળી હતી.  

મુંબઈ તરફથી તિલક વર્માએ 45 બોલમાં 3 સિક્સર વડે 65 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી, જ્યારે નેહલ વાધેરા 49 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ નબીએ 23 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 5 વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટને 2 વિકેટ મળી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી.

ભર ઉનાળે રાજસ્થાનમાં વરસાદના કારણે અડધો કલાક રમત બંધ રહી હતી
પાવરપ્લે બાદ જયપુરમાં વરસાદના કારણે રમત રોકવી પડી હતી. આ મેચ લગભગ 45 મિનિટ સુધી રોકવી પડી હતી. વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થઈ હતી.

રાજસ્થાને બટલરને ઈમ્પેક્ટ પ્લેયર બનાવ્યો હતો
રાજસ્થાને જોસ બટલરને ઈમ્પેક્ટ પ્લેયર બનાવ્યો છે. તે ચહલની જગ્યાએ મેદાન પર આવ્યો હતો. બીજી ઓવરમાં મુંબઈએ સૂર્યકુમાર યાદવની જગ્યાએ નુવાન તુષારને ઈમ્પેક્ટ પ્લેયર બનાવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj