(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.14
ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ માટેનું અને તેમાય ખાસ કરીને દોરી, દોરડા, પાટી, કાપડ, વગેરેનું મોટાપાયે ઉત્પાદન થાય છે. અને આ ઉદ્યોગ દ્વારા અસંખ્ય લોકો રોજગારી મેળવે છે .પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીનાં વમળમાં ફસાયેલો છે .
તેથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીનાં સમયમાં ટકી રહે તેટલું જ નહિ પરંતુ તેને વિકાસ કરવા માટે કેવી કેવી તકો પ્રાપ્ત થઇ શકે તે અંતર્ગત તા.15.02.2024ને ગુરુવારનાં રોજ બપોરે 4.00 કલાકે સેમીનારનું આયોજન ચેમ્બર હોલ (315, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે કરવામાં આવેલ છે. જેમાં નિષ્ણાંત વક્તાશ્રી ભરતભાઈ વાઘેલા વિષયને અનુરૂપ વક્તવ્ય આપશે. પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને આ સેમીનારમાં સહભાગી થવા આયોજક બંને સંસ્થાઓ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy