ભાવનગરના દરિયા કિનારે નાઇટ ટ્રેકિંગ કેમ્પનો આનંદ માણતા સ્કાઉટ ગાઇડ અને રોવર રેંજર

Local | Bhavnagar | 02 May, 2024 | 01:06 PM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.2
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગત ત શનિ રવિ ના રોજ કુંડા થી કોળીયાક નાઈટ ટ્રેકિંગ નું આયોજન કરવામાં આવેલ શનિવારના રોજ બસ દ્વારા સ્કાઉટ ગાઈડ ને બપોરે કુડા લઈ જવામાં આવ્યા કુડા પહોંચ્યા બાદ મંદિર પરિસરની સફાઈ ત્યારબાદ જુદી-જુદી બીચ પરની રમતો ગીતો હર્ષનાદ અને દરિયા કિનારે હાઈક નો આનંદ મળ્યો રાત્રે સમૂહ ભોજન બાદ સ્કાઉટ ગાઈડ રોવર રેંજર દ્વારા કેમ્પ ફાયર કરવામાં આવ્યો કેમ્પ ફાયર  બાદ જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા નાઈટ ટ્રેકિંગ અંગે ધ્યાન રાખવાની બાબતો અંગે માહિતી આપવામાં આવી. 

રાત્રે 11:30 કલાકે નાઈટ ટ્રેકિંગ શરૂ કરી કુદરતનો આનંદ માણતા સ્કાઉટ ગાઈડ મોડી રાત્રે કોળીયાક પહોંચ્યા જ્યાં ભાવનગર લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્ટાર ગેઝિંગ કરાવવામાં આવ્યું ગ્રહો નક્ષત્રો રાશિઓ અને બ્રહ્માંડ વિશે હર્ષદભાઈ જોશી દ્વારા સમજ આપવામાં આવી રાત્રે આરામ કર્યા બાદ વહેલી સવારે સૂર્યોદય નિહાળ્યો બીચ પર પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો તેમજ હળવી કસરતો સૂર્ય નમસ્કાર કરી ચા નાસ્તાનો આનંદ લીધો.

આ કેમ્પમાં વિદ્યાધીશ સંસ્થા દ્વારા બસ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દર્શનાબેન ભટ્ટ સરલાબેન સાકરીયા યશપાલભાઈ વ્યાસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj