લોકસભા ચૂંટણીના પ્રથમ તબકકામાં સાત પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સ્પર્ધામાં

India, Politics, Lok Sabha Election 2024 | 19 April, 2024 | 05:28 PM
બિહાર, તામિલનાડુ, ઉત્તરાખંડ, આસામ, ત્રિપુરા સહિતના રાજ્યોમાં શાસન કરી ચૂકેલા નેતાઓ હવે સાંસદ બનવા તૈયાર
સાંજ સમાચાર

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 16 કરોડ 63 લાખ મતદારો 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે તેમના નવા સાંસદને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 16 કરોડ 63 લાખ મતદારો 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે તેમના નવા સાંસદને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આમાંથી ઘણી બેઠકો પર ઘણા હાઈપ્રોફાઈલ નેતાઓ અને મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં વિવિધ રાજ્યોના 7 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સાંસદ બનવાની રેસમાં છે. 

જીતન રામ માંઝી
બિહારના પૂર્વ સીએમ અને હિન્દુસ્તાન અવમ મોરચા (ઇંઅખ)ના નેતા જીતન રામ માંઝી પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ બિહારની ગયા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાર્ટી એનડીએનો ભાગ છે, તેથી તેમને ભાજપ અને જેડીયુનું સમર્થન છે.

ઓ. પનીરસેલ્વમ
તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ ઓ.પનીરસેલ્વમ આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ તમિલનાડુની રામનાથપુરમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. પન્નીરસેલ્વમે આ ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી છે. જોકે આ બેઠક પર તેમને ભાજપનું સમર્થન મળ્યું છે.

ત્રિવેન્દ્ર સિંહ રાવત
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ આ વખતે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરવા માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ઉત્તરાખંડની હરિદ્વાર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સર્બાનંદ સોનોવાલ
આસામના ભૂતપૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલ પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોની યાદીમાં સામેલ છે જેઓ હવે વિધાનસભાથી આગળ લોકસભાના માર્ગ પર જવા માટે તૈયાર છે. સર્બાનંદ સોનોવાલ આસામની ડિબ્રુગઢ લોકસભા સીટ પરથી પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

દેબ બિપ્લબ
ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબ રાજ્યસભાના સાંસદ બન્યા બાદ હવે લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્રિપુરા પશ્ચિમ સંસદીય બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

વી. વૈદ્યલિંગમ
પુડુચેરીના પૂર્વ સીએમ વી. વૈદ્યલિંગમ પણ લોકસભા ચૂંટણી 2024 માં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે . તેઓ કોંગ્રેસની ટિકિટ પર પુડુચેરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj