ભરઉનાળે વોર્ડ નં.7,13,14 અને 17માં સાત કલાક પાણી વિતરણ મોડું: હજારો રહેવાસીઓમાં મચેલો દેકારો

Local | Rajkot | 27 April, 2024 | 04:53 PM
ભાદરથી રાજકોટ આવતી પાણીની મેઇન લાઇનના વાલ્વમાં ખામી સર્જાતા પાણી વિતરણ મોડુ થયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
રાજકોટ શહેરના ચાર વોર્ડના જુદા જુદા વિસ્તારના હજારો રહેવાસીઓને આજરોજ ભર ઉનાળે તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. આ અંગેની રાજકોટ મનપાના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ વોર્ડ નં. 7,13,14 અને 17માં સાત કલાક જેટલું પાણી વિતરણ મોડુ થવા પામ્યું હતું જેના કારણે હજારો રહેવાસીઓમાં દેકારો મચી જવા પામ્યો હતો.

મહાનગર પાલિકાના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ભાદરથી રાજકોટ આવતી પાણી વિતરણની મુખ્ય લાઇનમાં આજરોજ રીબડા નજીક આવેલ શેમળા પાસે મેઇન વાલ્વમાં ક્ષતિ સર્જાઇ હતી જેના કારણે ઉપરોક્ત ચાર વોર્ડમાં પાણી વિતરણ મોડુ થવા પામ્યું હતું.

મહાનગર પાલિકા દ્વારા તાત્કાલીક અસરે આ મેઇન લાઇનના વાલ્વનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવેલ છે અને સંભવત: બપોર બાદ આ રીપેરીંગ પૂર્ણ થશે આથી આજરોજ ઉપરોક્ત ચાર વોર્ડમાં પાણી વિતરણ સાત કલાક જેટલું મોડુ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj