શબાના આઝમીના સિનેમામાં 50 વર્ષ પૂરા: અમેરિકામાં કરાશે સન્માનિત

India, Entertainment | 01 May, 2024 | 05:23 PM
ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શબાનાની ફિલ્મ સહિત અન્ય દેશ-વિદેશની ફિલ્મો દર્શાવાશે
સાંજ સમાચાર

મુંબઇ: મશહુર અભિનેત્રી શબાના આઝમીના સિનેમા જગતમાં 50 વર્ષ પૂરા થવા પર 31 મેએ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહોત્સવમાં ભારતીય ઉપ મહાદ્વીપની કેટલીક પ્રસિધ્ધ ફિલ્મો અને વૃત્તચિત્ર દર્શાવવામાં આવશે.

ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનું 24મું સંસ્કરણ 31 મેથી 2 જૂન સુધી આયોજિત કરવામાં આવ્યું છે. જેને ઉત્તર અમેરિકાનો સૌથી લાંબો ચાલનારો અને સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવ માનવામાં આવે છે.

આ મહોત્સવમાં અમિતાભ બચ્ચન સહિત અનેક મોટી ફિલ્મી હસ્તીઓની કુલ 49 ફિલ્મો, ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવશે. શબાના આઝમીને સન્માન આપવા માટે ફિલ્મ મહોત્સવમાં 1996માં આવેલી દીપા મહેતા નિર્દેશિત ફિલ્મ ‘ફાયર’ દર્શાવવામાં આવશે. શબાના આઝમીએ જણાવ્યું હતું કે તે આ નિર્ણયથી ખુશ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj