દુબઈ,તા.19
મુંબઈનાં બાંદ્રા સ્થિત સલમાનખાનનાં ગેલેકસી એપાર્ટમેન્ટનાં ઘરમાં થયેલ ફાયરીંગની ઘટના બાદ બોલિવુડના કિંગખાન શાહરૂખખાનની પણ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસનાં સુત્રો બતાવે છે કે કિંગખાન સહીત જે સ્ટાર્સને પોલીસ સુરક્ષા મળી છે તેનો રિવ્યુ કરીને તેને વધુ કડક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ કડીમાં સૌથી પહેલા શાહરૂખખાન છે. જેને વાય પ્લસ સિકયોરીટી અપાઈ છે. સલમાનખાનનાં ઘરની બહાર થયેલી ફાયરીંગની ઘટના બાદ 6 હથીયાધારી જવાનોની સાથે 24 કલાક રહેતા શાહરૂખખાનની સુરક્ષા વધારી દેવાઈ છે. તેને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે.
શાહરૂખખાન મુંબઈમાં રહે કે મુંબઈની બહાર તેને દરેક જગ્યાએ સુરક્ષાનાં ઘેરામાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. કોલકતામાં પણ મેચ ખતમ થયા બાદ કિંગખાન કડક સુરક્ષામાં દેખાયો હતો. તેની ફિલ્મો પઠાન, જવાન આવી હતી ત્યારે તેને ધમકીઓ મળી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy